JETPURRAJKOT

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે આટકોટની કે.ડી.પી. હોસ્પિટલમાં હૃદયરોગ વિભાગ તથા બે નવા ઓપરેશન થિયેટરનું લોકાર્પણ

તા.૮ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

હવે આટકોટ પંથકમાં જ આયુષ્યમાન કાર્ડ પર હૃદયરોગની સારવાર ઉપલબ્ધ બનશે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે, આજરોજ આટકોટની શ્રી કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં નવા બનેલા હૃદયરોગ વિભાગ(કેથલેબ) તથા બે નવા મોડયુલર ઓપરેશન થિયેટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ તકે મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલમાં દર્દીઓને અપાતી વિવિધ સારવાર તથા સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું તેમજ દાખલ દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા. હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી ડો. ભરતભાઈ બોઘરાએ હોસ્પિટલની કામગીરી અંગે મુખ્યમંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા.

આ પ્રસંગે કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા, સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી સુશ્રી ભાનુબહેન બાબરીયા, સાંસદશ્રી સર્વે શ્રી સી.આર. પાટીલ, શ્રી રામભાઈ મોકરિયા, શ્રી મોહનભાઈ કુંડારિયા, શ્રી વિનોદ ચાવડા, ધારાસભ્યશ્રી ઉદય કાનગડ, અન્ય અગ્રણીઓ, રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, રેન્જ આઈ.જી.શ્રી અશોકકુમાર યાદવ, નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર શ્રી ધીમંત વ્યાસ, પ્રાંત અધિકારી શ્રી કે.જી.ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

નોંધનીય છે કે, આ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ પર દર્દીઓને સારવાર ઉપલબ્ધ છે. અહીં કેથલેબના ઉદ્દઘાટનથી આટકોટ, જસદણ પંથકના હૃદય રોગના દર્દીઓને એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી તેમજ બાયપાસ હાર્ટસર્જરીની સુવિધા મળી શકશે. કેથલેબમાં પાંચ બેડનું આઇ.સી. યુ. બનાવવામાં આવ્યું છે. હૃદયના દર્દીઓ માટે અહીં પાંચ કાર્ડિયોલોજિસ્ટ પણ સેવા આપી રહ્યા છે. જયારે દર્દીઓ માટે અહીં બે પૂર્ણકાલીન જનરલ સર્જન પણ ઉપલબ્ધ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!