CHHOTA UDAIPUR CITY / TALUKO

નસવાડીના આમરોલી ગામે વાવાઝોડામાં જીવ ગુમાવનાર અરવિંદભાઈ ના પરિવારને ₹૪ લાખની સરકારી સહાય: ધારાસભ્યના હસ્તે ચેક અર્પણ કરાયો

મુકેશ પરમાર,,,,નસવાડી 

નસવાડી તાલુકામાં તાજેતરમાં આવેલા ભારે વાવાઝોડા અને કુદરતી આફતના કારણે એક દુઃખદ ઘટના સામે આવી હતી. આમરોલી ગામે વાવાઝોડા દરમિયાન તાડનું વૃક્ષ ધરાશાહી થતાં અરવિંદભાઈ પ્રભુભાઈ તડવીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ દુઃખદ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકનો માહોલ વ્યાપી ગયો હતો.આ કપરા સમયમાં ભોગ બનનાર આદિવાસી પરિવારની વહારે આવી સરકારે ત્વરિત કુદરતી આપત્તિ સહાય મંજૂર કરી હતી. જે અંતર્ગત નસવાડી-સંખેડા વિસ્તારના ધારાસભ્ય અભેસિંગ તડવીના હસ્તે મૃતકના શોકગ્રસ્ત પરિવારને રૂપિયા ૪,૦૦,૦૦૦ (ચાર લાખ) નો સરકારી સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!