CHHOTA UDAIPUR CITY / TALUKODABHOI

ડભોઇ શહેરના ખત્રી મુસ્લિમ બાવીસી કમિટી દ્વારા ઇનામ વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો.

ડભોઈ મુસ્લીમ ખત્રી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓ ને ઈનામી વિતરણ કાર્યકમ યોજવામાં આવ્યો હતો જેમાં જુનીયર અને સિનીયર કે.જી.થી લ ઈ કોલેજ સુધી ના ટોપ ટેન શિક્ષણ મેળવનાર વિદ્યાર્થી ભાઈ બહેનોને સન્માન તેમજ પુરસકાર અર્પણ કરવાનો કાર્યક્રમ જંગી મેદની વચ્ચે યોજાયો હતો ડભોઈ મુસ્લીમ ખત્રી સમાજ દ્વરા તેજસ્વી તારલાઓ ને ઈનામી વિતરણ કાર્યકમ માં ડભોઈ ખત્રી સમાજ ના પ્રમુખ ખત્રી હાજી ફકીર મહંમદ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો તેમણે શિક્ષણ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે સમાજ અને દેશ મા શિક્ષણ અનિવાર્ય છે.શિક્ષણ નો વ્યાપ વધારવા બાળકો ના ભવિષ્ય માટે સમાજે આવા કાર્યક્રમ યોજી બાળકો ના શિક્ષણ પરતયે રુચિ વધે તેવાં કાર્યક્રમ યોજવા પર ભાર મુક્યો હતો 19 જેટલાં બાળકો ના વધારે માર્ક આવતાં ઇનામ વિતરણ કરાયું હતું પ્રથમ ડભોઇના ખત્રી સમાજના પ્રથમ ડોક્ટર એમબીબીએસ ખત્રી અરફાત હુસેન મૌલાના મહેદી હુસેન વિગેરેનાઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું આ પંસગે ખત્રી સમાજ પ્રમુખ ફકીર મામા સુલતાનજી ખત્રી વિડીયો વાલા ના ઉપ પ્રમુખ ખત્રી બિલાલ ગજી .મહામંત્રી ખત્રી હસન રજાકભાઈ ભાગોળ વાલા ખજાનચી. હાજી નિશાર હનીફ ભાઈ ચાચા વાલા મંત્રી.ખત્રી ઈબ્રાહીમ ભાઈ સુલતાનજી ડાવર.સહ ખજાનચી ખત્રી હાજી સોયબ ઈસ્માઈલભાઈ વાઘપુરા વાલા સહિત આગેવાનો એ વિદ્યાર્થી. વિદ્યાર્થીની ઓને ઇનામ અને સર્ટી આપી પ્રોસાહિત કર્યા હતા.

રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર

Back to top button
error: Content is protected !!