KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ગોળીબાર ને જોડતો નિર્માણાધિન કોઝવે પુલ પરથી એકટીવા સાથે નદીમાં પડેલ ૧૭ વર્ષીય યુવક ડૂબી જતા મોતને ભેટ્યો.

 

તારીખ ૦૧/૦૯/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરપાલિકા વિસ્તારમાં આવેલા ભરિયાદ પીર રોડથી ગોળીબાર જવાના ગોમા નદી પર બનાવેલ નિર્માણાધિન કોઝવે પર ગતરોજ શનિવાર સાંજે અંદાજીત સાડા છથી સાત વાગ્યાના સમય ગાળામાં એક્ટિવા લઈ નીકળેલ ૧૭ વર્ષીય મોહમ્મદ સમી સમુરૂદ્દીન કંસારા રહે.આશીયાના સોસાયટી તેના મીત્ર ની એક્ટિવા લઈ શિખવા ગયેલ જે કોઝવે ના મધ્યસ્થ જઈ એક્ટિવા વળાવવા જતાં સ્ટરિંગ પરનું કાબુ ગુમાવતા કોઝવે પુલ ઉપરથી ગોમા નદીમા એક્ટિવા સાથે ખાબકયો હતો અને કોઝવે પર અન્ય તેના મિત્રોએ પણ બચાવવા પ્રયત્ન હાથ ધરતા તે તેમના મિત્રને બચાવવા નદીમાં પડેલ,જે થોડી વારમાં વહેણના બીક ને કારણે એ વ્યક્તિ બહાર નીકળી ગયેલ હોવાનું સ્થાનિક લોકોએ જણાવેલ છે ત્યારે મિત્રની આંખો સામે યુવાન એકટીવા સાથે નદીમાં પડેલો જોઇ બુમાબુમ કરતાં ઘટના સ્થળ ઉપર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા ત્યારે વહિવટી તંત્ર સાથે સાંસદ રાજપાલસિંહ જાદવ સહિત કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર સાથે કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી ભરવાડ તથા પી.એસ.આઇ સીબી બરડા અને પીએસઆઇ એલએ પરમાર તથા ચીફ ઓફિસર મીલાપભાઇ પટેલ ઘટનાસ્થળે દોડી ગયા હતા જ્યાં સાંસદ રાજપાલસિંહ જાદવ દ્વારા સ્થાનિક સહિત આજુબાજુ વિસ્તારના તૈરવૈયાઓનુ ટેલીફોનીક સંપર્ક સાધી તાત્કાલિક ગોધરા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ડૂબનાર મોહંમદ સમી ની શોધખોળ કાલોલ નગરપાલિકા ફાયર ફાઈટર ની ટીમ સાથે સ્થાનિક તરવૈયાઓની મદદથી રેસ્કયુ ઓપરેશન ચાલુ કર્યું પણ ભારે શોધખોળ કરતાં એકટીવા સાથે પડેલ યુવકનું એકટીવા મળી હતી જ્યારે ડૂબનાર યુવકનો કોઈ પત્તો ન લાગતા ત્યારબાદ ગોધરા ફાયર બ્રિગેડ ની ટીમ સાથે નવ વાગ્યા આસપાસ ઘટના સ્થળ પર આવી પહોંચતા જ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બોટ સાથે રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ગોધરા ફાયર બ્રિગેડની ટીમે ભારે શોધખોળના અંતે રાત્રીના બરાબર સવા અગિયાર વાગ્યાના અરસામાં ડૂબનાર યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો જે મૃતદેહ મળતા જ પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યો હતો ઉપરોક્ત યુવકનો મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આ બાબતે પોલીસે ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!