સાંસદ જશુભાઇ રાઠવાના અધ્યક્ષતમાં ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટીની (દિશા) બેઠક યોજાઇ
મૂકેશ પરમાર,, નસવાડી
છોટાઉદેપુર કલેકટર કચેરીના સંકલન હોલમાં ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટીની (દિશા) બેઠક છોટાઉદેપુર સાંસદશ્રી જશુભાઇ રાઠવાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા યોજનાઓના રીપોર્ટ રજુ કરવામાં આવ્યા હતા.
દિશા બેઠકમાં સાંસદ જશુભાઈ રાઠવાએ અધિકારીશ્રીઓને સૂચન કરતા જણાવ્યું કે, મારી યોજનાની માહિતી છેવાડા માનવી સુધી પહોંચાડવી. પ્રધાનમંત્રી આવાસ યોજનાના સર્વેમાં માનવતાનો અભિગમ રાખવો જરૂરી છે. પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે. શાળાઓમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા મધ્યાહન ભોજન અને નાસ્તાનો સમય નિશ્ચિત કરવામાં આવે, ઉનાળાની ઋતુમાં સમગ્ર જિલ્લામાં સિંચાઈનું પાણી મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવે,નર્મદા કેનાલનું પાણી ઉપરના વિસ્તારોમાં મળી રહે એવુ આયોજન કરવામાં આવે. એમ.જી.વી.સી.એલ.એ લીઇટ બીલોમાં નામ સુધારવા ઝુબેશ હાથ ધરવામાં આવે.
જિલ્લા કલેક્ટરશ્રી ગાર્ગી જૈને ઉપસ્થિત અધિકારીઓને અગત્યના મુદ્દાઓ પર જરૂરી ધ્યાન આપવા સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમાર,પ્રાયોજના વહીવટદારશ્રી કલ્પેશકુમાર શર્મા, ડિ.આર.ડી.એના નિયામકશ્રી કે.ડી.ભગત, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, સહિતના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ અને સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.