Dahod
સંજેલીની ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલીના સંચાલકે ધોરણ -૧૦ અને ૧૨ ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી
તા.૨૫.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલીની ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલીના સંચાલકે ધોરણ -૧૦ અને ૧૨ ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગના સંચાલકે ધોરણ -૧૦ અને ધોરણ -૧૨ ની બોર્ડની પરીક્ષા ૨૭ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલ છે ત્યારે પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ ભાઈ – બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. આખા વર્ષથી અથાક મહેનત વડે જે બધું સમજ્યા એ બધું જ પરીક્ષા ખંડમાં યાદ આવતું જાય અને કલમ સડસડાટ ચાલે . માતાપિતાનું નામ રોશન કરો… ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગના સંચાલક દિલીપકુમાર મકવાણાએ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી