ડેડીયાપાડા સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે વિશ્વ “માતૃભાષા મહોત્સવ-2025″નું આયોજન કરવામાં આવ્યું
ડેડીયાપાડા સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે વિશ્વ “માતૃભાષા મહોત્સવ-2025″નું આયોજન કરવામાં આવ્યું
hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5529;
AI_Scene: (-1, -1);
aec_lux: 52.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 36;
વાત્સલ્યમ્ સમાચાર
જેસિંગ વસાવા : ડેડીયાપાડા
તા. ૨૧ મી શુક્રવારના રોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ, દેડિયાપાડા જિ. નર્મદા ખાતે ‘ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ દેડિયાપાડાના સંયુક્ત ઉપક્રમે “વિશ્વ માતૃભાષા દિવસ” નિમિત્તે “માતૃભાષા મહોત્સવ-2025″નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત પુસ્તકરૂપી પુષ્પગુચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વક્તા તરીકે સરકારી વિનયન કૉલેજ તિલકવાડાના ગુજરાતી વિષયના મદદનીશ પ્રાધ્યાપકશ્રી ડૉ. પિનાકિન જોષી અને સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ, દેડિયાપાડાના ગ્રંથપાલશ્રી સંજયભાઈ પરમાર તથા અતિથિ તરીકે તાલુકા કન્યાશાળાના શિક્ષકશ્રી ઝવેરભાઈ વસાવા ઉપસ્થિત રહ્યાં હતા. જેમનો શાબ્દિક પરિચય કાર્યક્રમના સંયોજકશ્રી ડૉ. રીતેશકુમાર પરમાર દ્વારા આપી પ્રાસંગિક ઉદ્બોધનમાં પ્રાચીન તથા અર્વાચીન સાહિત્યકારો દ્વારા માતૃભાષા વિશેના મંતવ્યો પ્રસ્તુત કર્યા હતા.
કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માતૃભાષા દિવસના શુભેચ્છા સંદેશનું વીડિયો પ્રસારણ કરવામાં આવ્યું હતું. સાથે જ અત્રેની કૉલેજના આચાર્યશ્રી ડૉ. અનિલાબેન પટેલ દ્વારા કાર્યક્રમનો શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો. જેનું વાંચન ગુજરાતી વિષયના પ્રા. ગંભીરભાઈ વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉ. પિનાકીન જોષી દ્વારા “માતૃભાષા દિવસ”ના પ્રારંભની રૂપરેખા આપી માતૃભાષાના મહત્વ વિશે પોતાના વિચારો પ્રસ્તુત કર્યા હતા. અતિથિ ઝવેરભાઈ વસાવા દ્વારા માતૃભાષા સંદર્ભે નવી શિક્ષણ નીતિ-2020 માં કરવામાં આવેલ જોગવાઈ વિશે મહત્વપૂર્ણ માહિતી આપીહતી.
દ્વિતીય વક્તા સંજયભાઈ પરમાર દ્વારા માતૃભાષાનો મહિમાગાન કરનારા સાહિત્યકારો અને માતૃભાષાને પોષક વિચારો પ્રસ્તુત કરી વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમમાં હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉ. રમેશભાઈ વસાવા દ્વારા વિશ્વમાં બોલાતી ભાષા તથા બોલીઓ વિશે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી.
અંતે ગુજરાતી વિભાગના પ્રા. ગણેશભાઈ વસાવા દ્વારા આભારવિધીમાં ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના અધ્યક્ષશ્રી ભાગ્યેશ જ્હા તથા મહામાત્રશ્રી જયેન્દ્રસિંહ જાદવ, તથા સમગ્ર કાર્યક્રમમાં માર્ગદર્શન આપવા બદલ આચાર્યશ્રી તથા તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વક્તાઓ, અતિથિશ્રી, અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ “મારા હસ્તાક્ષર, મારી માતૃભાષામાં” અભિયાન અંતર્ગત માતભાષામાં હસ્તાક્ષર કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમના ઉદ્ધોષક તરીકેની ભૂમિકા ગણિત વિભાગના પ્રાધ્યાપિકાશ્રી દિશાબેન ગાંધીએ નિભાવી હતી. આ કાર્યક્રમના સંયોજક સંસ્કૃત વિભાગાધ્યક્ષ ડૉ. રીતેશકુમાર પરમાર હતા. અંતે રાષ્ટ્રગીત થકી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.