DEDIAPADANARMADA

ડેડીયાપાડા માં આગ ની દુર્ઘટના બાદ ગામના વેપારી મંડળ દ્વારા મદદ કરાય 

ડેડીયાપાડા માં આગ ની દુર્ઘટના બાદ ગામના વેપારી મંડળ દ્વારા મદદ કરાય

 

ડેડીયાપાડા માં આગ ની દુર્ઘટના બાદ ગામના વેપારી મંડળ દ્વારા મદદ કરાય.

 

તાહિર મેમણ – ડેડીયાપાડા – 01/06/2026 – ડેડીયાપાડામાં લગ્નના દિવસે જ ઘરમાં આગ લાગી જતા ઘર મળીને સંપૂર્ણ ખાસ થઈ ગયો હતો તો રાજકીય પક્ષો બાદ ડેડીયાપાડા નું વેપારી મંડળ પણ આગળ આવી મદદ કરી

 

 

 

તા. ૧૮/૦૫/૨૦૨૬ના રોજ ડેડીયાપાડા ગામે શ્રી મનીષભાઈ ભારજીભાઈ વસાવાના નિવાસસ્થાને આગ લાગવાની દુઃખદ ઘટના બાદ હેમંતભાઈ ત્રિવેદી દ્વારા માનવતાના ધોરણે પીડિત પરિવારને સહાયરૂપ થવા માટે દાનની અપીલ કરવામાં આવી હતી.

 

આ અપીલને પ્રતિસાદ આપતાં ડેડીયાપાડા ગામના વેપારીઓ, ગ્રામજનો અને દાતાશ્રીઓએ સ્વૈચ્છિક રીતે યથાશક્તિ આર્થિક સહાય પૂરી પાડી હતી. આ સમગ્ર સહાય કાર્ય માનવતાની ભાવના અને સામાજિક જવાબદારીના ભાગરૂપે કરવામાં આવ્યું હતું.

ગ્રામજનો અને વેપારીઓએ વ્યક્તિગત રીતે તથા સ્વૈચ્છિક ભાવનાથી સહયોગ આપ્યો હતો.

મુશ્કેલીના સમયમાં પીડિત પરિવારને સહારો આપનાર તમામ દાતાશ્રીઓ, વેપારીઓ અને ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર હેમંતભાઈ ત્રિવેદી દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. ડેડીયાપાડા ગામે એકતા, સહકાર અને માનવતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છ અને આજે હેમંત ભાઈ ત્રિવેદી ને હસ્તે રોકડ રકમ રૂપે મદદ મનીષભાઈ ને હાથમાં આપવામાં આવ્યો હતો જેથી તેમણે આભાર વ્યક્ત કર્યો હતો

Back to top button
error: Content is protected !!