ENTERTAINMENT

ઝી સિનેમા પર 16મી જૂને સ્કંદના વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર સાથે મેગા એક્શન બ્લાસ્ટની અનુભૂતિ કરો

જ્યારે એક્શન અને એક્સાઇટમેન્ટ સ્ક્રીન પર રજૂ થાય ત્યારે, દર્શકો માટે અવિસ્મરણિય મનોરંજન ઉભું કરે છે અને સ્કંદ એ તેની સચોટ રજૂઆત છે. એક જોરદાર એક્શન સિકવન્સીસ, આકર્ષક ડાન્સ, રોમાંચક સ્ટોરીલાઈન સાથે શક્તિશાળી પફોર્મન્સના સાક્ષી બનવા માટે તૈયાર થઈ જાઓ, કેમકે ઝી સિનેમા 16મી જૂન સાંજે 8 વાગે લઇને આવી રહ્યું છે, દમદાર અભિનેતા રામપોથિનેની અભિનિત સ્કંદનું વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર.

આ ફિલ્મ મહાન બોયાપતી શ્રિનુ એ ડિરેક્ટ કરી છે, જે એક ભવ્યતાનો વાયદો કરે છે. અખંડા, સિમ્હા, લિજેન્ડ અને સરાઇનોદુ જેવી બ્લોકબસ્ટર હિટ્સ પરના તેમના કામ માટે જાણિતા શ્રિનુ એ તેમના ભવ્યતિભવ્ય મનોરંજનના ક્રાફ્ટિંગની ઉજવણી કરે છે. આ મૂવી એ જ પરંપરાને આગળ વધારી રહી છે, જે જોરદાર એક્શનનો અનુભવ કરાવે છે. સંબંધિત પાત્રો અને કૌટુંબિક મૈત્રીપૂર્ણ દ્રશ્ય દર્શાવતો આ એક એવો અનુભવ છે, જેને તમે ચૂકવા નહીં ઇચ્છો.

સ્કંદના આકર્ષક કલાકારોમાં શ્રીલીલા અને રામ પોથિનેનીનો સમાવેશ થાય છે, આ ઉપરાંત તેના સપોર્ટિંગ કલાકારોમાં સાઈ માંજરેકર, પ્રિન્સ સેસિલ, પૃથ્વીરાજ અને અન્ય નોંધનિય કલાકારોનો સમાવેશ થાય છે.

રામ પોથિનેની, જે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે તે ટેલિવિઝન પ્રીમિયર દ્વારા વ્યાપક પ્રેક્ષકો સુધી પહોંચવા અંગે તેમનો ઉત્સાહ વ્યક્ત કરતા કહે છે, “ભારતમાં સિનેમાનું એક માત્ર હેતુ છે પરિવારનું મનોરંજન કરવાનું અને તે એક સારો સમય પણ આપે છે. આ ફિલ્મની સાથે અમે મનોરંજનની સાથોસાથ દર્શકો માટે થોડું થ્રિલ્સ પણ ઉમેરીએ છીએ. સ્કંદ એ દમદાર એક્શન અને નાટકથી ભરપૂર ફિલ્મ છે અને હું રોમાંચક છું કે, ઝી સિનેમાનો ખૂબ-ખૂબ આભાર કે તેમના દ્વારા તે દર્શકોનું તેમના ઘરોમાં મનોરંજન કરશે.”

શ્રીલીલા કહે છે, “આ ફિલ્મમાં બે દિગ્ગજ કલાકારોની સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ શાનદાર રહ્યો. આ એક એવી ફિલ્મ છે, જેમાં દરેકને માટે કંઈકને કંઈક છે – જેમાં એક્શન, ડાન્સ, લાગણી, રોમાન્સ, બદલો બધું જ છે અને તેથી જ ઝી સિનેમા પરના તેના પ્રીમિયર માટે ખૂબ જ ઉત્સાહિત છું. હું અમારી મહેનત માટે દર્શકોની પ્રતિક્રિયાની જોવા આતુર છું.”

સ્કંદનું વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયર જૂઓ આ રવિવાર 16મી જૂન રાત્રે 8 વાગે ફક્ત ઝી સિનેમા પર!

Back to top button
error: Content is protected !!