AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEBUSINESSDHROLENTERTAINMENTGANDHINAGARGANDHINAGAR CITY / TALUKOJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR

ભણતર-ગણતરથી ઘડતર સાથે શિષ્યવૃતિ માટે સફળતા

સફળતાનો સિલસિલો યથાવત: શ્રી નાના ગરેડિયા પ્રાથમિક શાળાનો NMMS માં વધુ એક વિજય ટંકાર

 

 

ધ્રોલથી અશ્ર્વિનભાઇ આશા જણાવે છે કે…… “પરિશ્રમનું ફળ એટલે શ્રેષ્ઠ પરિણામ” આ સૂત્રને સાર્થક કરતા તાલુકાના શ્રી નાના ગરેડિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીએ NMMS (National Means-cum-Merit Scholarship) પરીક્ષા ૨૦૨૫-૨૬ માં શાનદાર સિદ્ધિ મેળવી શાળા તથા સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે. શાળાના તેજસ્વી વિદ્યાર્થી મકવાણા આદિત્ય ભવાનભાઈ એ NMMS પરીક્ષામાં ૧૮૦ માંથી ૧૩૬ ગુણ પ્રાપ્ત કરી રાજ્ય મેરીટ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. આ સિદ્ધિ બદલ આદિત્યને સરકારશ્રી તરફથી ધોરણ ૯ થી ૧૨ સુધી શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે. આ ભવ્ય સફળતાનો શ્રેય આદિત્યની રાત-દિવસની મહેનત, શાળાના શિક્ષકોના સચોટ માર્ગદર્શન, ગુરુજનોના આશીર્વાદ અને માતા-પિતાના સંસ્કારોને જાય છે. આદિત્યની આ સિદ્ધિથી શાળા પરિવારમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. શાળાના આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફ પરિવારે આદિત્યને પુષ્પગુચ્છ અને સ્મૃતિભેટ આપી સન્માનિત કર્યો હતો અને ભવિષ્યમાં પણ આવી જ રીતે પ્રગતિના સોપાન સર કરતો રહે તેવી મંગલ શુભેચ્છાઓ પાઠવી હતી. શાળા પરિવારે જણાવ્યું હતું કે, “જેના ઈરાદા મજબૂત હોય છે, એના જ સપના સાકાર થાય છે.” આદિત્યની સિદ્ધિ શાળાના અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.

શુભેચ્છક: સમગ્ર સ્ટાફ પરિવાર, શ્રી નાના ગરેડિયા પ્રાથમિક શાળા, તા. ધ્રોલ, જી. જામનગર.

Back to top button
error: Content is protected !!