SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સુરેન્દ્રનગરથી અપહરણ થયેલી સગીરા બિહારના મુઝફફપુર જિલ્લાના લોમાગામથી શોધી કાઢતી સુરેન્દ્રનગર એલસીબી

તા.10/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ગત તા.10/03/2022 સાંજના 6 વાગ્યા પછી ગમે તે સમયે સુરેન્દ્રનગર ગોકુલ હોટલ પાસે બ્રિજ નીચે ઝુપડામાં બીટ નવ ખાતેથી આરોપી અભિનય નાગેન્દ્ર ભગત રહે લોમાં મુજફ્ફરપુર સરફુદીનપુર બિહારવાળો ફરીયાદીની સગીર વયની દિકરીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ફરીયાદી કાયદેસરના વાલીપણાંમાંથી ભગાડી અપહરણ કરી લઇ જઈ ગુનો કરેલ હોય જ અંગે સુરેન્દ્રનગર સીટી બી ડીવી પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ રજૂ થયેલ હોય તે આરોપી ભોગબનારને શોધી કાઢવા અંગે પીઆઇ વી.વી.ત્રિવેદી દ્વારા એન્ટી હયુમન ટ્રાફીકીંગ યુનીટ તથા એલસીબીની અલગ અલગ ટીમો બનાવી ખાનગી બાતમીદારો, ટેકનીકલ સોર્સની મદદથી ખાસ ઝુંબેશ હાથ ધરી આરોપીના રહેણાક સરનામે તથા મળી આવવાના સંભવીત આશ્રય સ્થાનોએ તપાસ કરવામાં આવતા હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સથી તપાસ ટીમને ચોકકસ હકીક્ત મળેલ કે આ કામનો આરોપી ભોગ બનનાર સાથે લોમાગામ ગાપપાટ પોલીસ સ્ટેશન જી,મુજપુર બિહાર ખાતે રહે છે જે આધારે પીઆઇ વી.વી.ત્રિવેદીએ એસ.પી.ઝાલા પીએસઆઇ પેરોલફર્લો સ્કોડ સુરેન્દ્રનગર તથા એ.એચ.ટી.યુ. ની ટીમ બનાવી તપાસમાં મોકલતા તપાસ ટીમના પીઆઇ વી વી ત્રિવેદી પીએસઆઇ વી આર જાડેજા તથા એસ પી ઝાલા એએસઆઈ ઋતુરાજસિંહ મકવાણા, અનિરુદ્ધસિંહ, વંદનાબેન સહિત સમગ્ર ટીમ દ્વારા બિહાર રજ્યના મુઝફપુર જીલ્લાના જોમગામ ખાતે તપાસ હાથ ધરી ભોગ બનનાર સગીસને શોધી કાઢી સુરેન્દ્રનગર ખાતે લાવી સી.પી.આઇ. સુરેન્દ્રનગરના ઓને આગળની કાર્યવાહી અર્થે સોપી આપેલ છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!