આણંદ સ્થિત NCDFI ના નવા બિલ્ડીંગનું અમિત શાહ એ લોકાર્પણ કર્યું હતુ.
આણંદ સ્થિત NCDFI ના નવા બિલ્ડીંગનું અમિત શાહ એ લોકાર્પણ કર્યું હતુ.
તાહિર મેમણ- આણંદ- 06/07/2025 – આણંદ સ્થિત NCDFI ના નવા બિલ્ડીંગનું અમિત શાહ એ લોકાર્પણ કર્યું હતુતકતી અનાવરણ બાદ NCDFI ના નવા બિલ્ડીંગ પરિસરમાં ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વૃક્ષારોપણ કર્યું હતું.
આ સમયે કૃષ્ણ પાલ, સહકાર રાજ્યમંત્રી, ભારત સરકાર, મુરલીધર મોહોલ, સહકાર અને નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી, ભારત સરકાર, પ્રો. એસ.પી. સિંહ બઘેલ, કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રી, શ્રી જ્યોર્જ કુરિયન, કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રી, આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, NCDFI અને એનડીડીબીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિઠ્ઠલ ઉદ્યોગ નગર સ્થિત ઇન્ડિયન ડેરી મશીનરી કંપની(આઈ.ડી.એમ સી)ના યુનિટ – ૭ નું લોકાર્પણ આઈ.ડી.એમ.સી. લિમિટેડ દ્વારા પ્રતિ વર્ષ ૧૦ ટન રેડી ટુ યુઝ કલ્ચરની ઉત્પાદન ક્ષમતાવાળો અત્યાધુનિક પ્લાન્ટ કાર્યરત કરાયો છે. જેનું કેન્દ્રિય સહકાર મંત્રાલયના ચોથા સ્થાપના દિને કેન્દ્રિય ગૃહ અને સહકાર અમિતભાઈ શાહ એ લોકાર્પણ કર્યું હતુ.
આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાકર કરતા આઈ.ડી.એમ સી.ના આ રેડી ટુ યુઝ કલ્ચર પ્લાન્ટ – યુનિટ – ૭ ના લોકાર્પણ બાદ કેન્દ્રિય સહકાર મંત્રીશ્રીએ આ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ વેળાએ એન.ડી.ડી.બી.ના ચેરમેન શ્રી મિનેશભાઈ શાહ એ કેન્દ્રિય મંત્રીશ્રીને પ્લાન્ટની વિગતોથી વાકેફ કર્યા હતા.