
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૦૩ જૂન : માંડવી તાલુકાના સમસ્ત બિદડા મહેશ્વરી મારવાડા મેઘવાળ સમાજ દ્વારા દર વર્ષે ડૉ. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવે છે તે નિમિત્તે સમાજ દ્વારા આવેલા ડોનેશનની બચતમાંથી સમાજના વિદ્યાર્થીઓ માટે નિશુલ્ક નોટબુક વિતરણ કરવામાં આવી હતી આ નોટબુક ધોરણ 5 થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓને નિશુલ્ક નોટબુક આપવામાં આવી હતી.આ નોટબુક વિતરણ વ્યવસ્થા માં સમાજના આગેવાનો ની ઉપસ્થિતિ માં વિદ્યાર્થીઓ ને નોટબુક આપવામાં આવી હતી.સમાજના આગેવાનો એવા જેન્તીભાઇ ડોરુ,કિશન ફુલીયા,રમેશ ધેડા,પપુભાઈ ધેડા, મનોજભાઈ વારસખયા,નરેશભાઈ નંજણ, જગદીશભાઈ વિંઝોડા, સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.



