BANASKANTHAGUJARATKANKREJ

    કાંકરેજના કેવળપુરી મહારાજની થળી મઠના મહંતશ્રી સ્વામીજી જગદીશપુરીજી ગુરૂશ્રી હરીપુરીજી બ્રહ્મલીન થતાં પાલખીયાત્રા નીકળી.

કાંકરેજ તાલુકામાં આવેલ અતિપ્રાચીન ગુરૂગાદી એવી કેવળપુરી મહારાજની થળી (જાગીર)ના મહંતશ્રી સ્વામીજી ૧૦૦૮ જગદીશપુરીજી ગુરૂશ્રી હરીપુરીજી બાપુનુ મંગળવારે વહેલી સવારે અચાનક હાર્ટએટેક આવતાં દેવલોક પામ્યા હતા.

કાંકરેજના કેવળપુરી મહારાજની થળી મઠના મહંતશ્રી સ્વામીજી જગદીશપુરીજી ગુરૂશ્રી હરીપુરીજી બ્રહ્મલીન થતાં પાલખીયાત્રા નીકળી.
———————————–
કાંકરેજ તાલુકામાં આવેલ અતિપ્રાચીન ગુરૂગાદી એવી કેવળપુરી મહારાજની થળી (જાગીર)ના મહંતશ્રી સ્વામીજી
૧૦૦૮ જગદીશપુરીજી ગુરૂશ્રી હરીપુરીજી બાપુનુ મંગળવારે વહેલી સવારે અચાનક હાર્ટએટેક આવતાં દેવલોક પામ્યા હતા. જગદીશપુરીજી બ્રહ્મલીન થતા સમગ્ર કાંકરેજ પંથક સહીત સંતો-મહંતો,શ્રી દશનામ ગૌસ્વામી સમાજ તેમજ અઢારેય વર્ણમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી.થળી જાગીર મઠના મહંતશ્રી હરિપુરીજી ગુરૂશ્રી માણેકપુરીજી ફાગણ વદ-૩ ને શુક્રવાર તા. ૦૫/૦૩/૧૯૯૯ ના રોજ બ્રહ્મલિન થતા મહંતશ્રી સ્વામીજી ૧૦૦૮ જગદીશપુરીજી ગુરૂશ્રી હરિપુરીજીબાપુનુ ગાદીતિલક ફાગણ વદ-૩ ને શુક્રવારના તા.૫/૩/૧૯૯૯ રોજ કરાયુ હતુ. જેઓ તા.૧૯/૧૧/૨૦૨૪ ના રોજ અચાનક હાર્ટએટેક આવતાં બાપુ બ્રહ્મલીન થયા હતા. કાંકરેજ તાલુકાના કેવળપુરીજી બાપુની થળી જાગીરમઠ ખાતે ગુરૂગાદીમાં ગાદીપતી તરીકેની જવાબદારી નિભાવતા જગદીશપુરીજી બાપુને અચાનક સવારે હાર્ટ-એટેક આવતા તેઓ બ્રહ્મલીન થયા હતા.ત્યારે બાપુના નશ્વરદેહને સંતો-મહંતો, શ્રી દશનામ ગૌસ્વામી સમાજ સહીત સમગ્ર કાંકરેજ વિસ્તારમાંથી સેવકો અને અનુયાયીઓ,ભાવિક ભક્તોની ઉપસ્થિતમાં થળી જાગીર મઠમાં આવેલ અન્ય મહંતોની સમાધિની બાજુમાં બ્રહ્મલીન મહંતશ્રી જગદીશપુરીજી બાપુને વાજતે ગાજતે પુષ્પ વર્ષા કરી પારંપારીક રીતે સમાધિ આપવામાં આવી હતી.બ્રહ્મલિન મહંતશ્રી સ્વામીજી ૧૦૦૮ જગદીશપુરીજી ગુરૂશ્રી હરીપુરીબાપુ મુળ કાંકરેજ તાલુકાના ઉચરપી ગામમાં એક નાનકડા પરીવારમાં જન્મ્યા હતા અને છેલ્લા ૨૫ વર્ષથી કેવળપુરી થળી જાગીર મઠમાં ગાદીપતિ તરીકેની સેવા કરતાં.તેઓ બ્રહ્મલિન થતા જાગીરદાર સમાજ ધર્મગુરૂ ગાદી દેવદરબાર જાગીર મઠના મહંત પરમ પૂજ્ય ૧૦૦૮ મહંતશ્રી બળદેવનાથજી બાપુ ગુરૂશ્રી વસંતનાથજીબાપુ, સમસ્ત ભરવાડ સમાજની ગુરૂગાદી શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ જગ્યાના પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રીશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંતશ્રી ઘનશ્યામપુરીજીબાપુ ગુરૂશ્રી શિવપુરીજીબાપુ થરા સહીત પાલખી યાત્રામાં સાધુ સંતો- મહંતો,રાજકીય-સામાજિક આગેવાનો,શ્રી દશનામ ગૌસ્વામી સમાજ તથા સમગ્ર કાંકરેજ પંથકના લોકો,ભાવિક ભકતો વિશાળ સંખ્યામાં પાલખી યાત્રામાં જોડાયા હતા.મહંતશ્રી સ્વામીજી ૧૦૦૮ જગદીશપુરીજી ગુરૂશ્રી હરીપુરીબાપુ બ્રહ્મલિન થતા નવનિયુકત ગાદીપતિ તરીકે મહંતશ્રી સ્વામીજી શંકરપુરીજી ગુરૂશ્રી જગદીશપુરીજીબાપુની વરણી કરાતાં ગાદીપતિ તરીકે બિરાજમાન કરાયા હતા.સૌ ભાવિક ભકતોએ આર્શિવચન લીધા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. ૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!