વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
ભુજ,તા-03 એપ્રિલ : જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, ભુજ દ્વારા સેનાની નિવૃત્તિ બાદ પણ પૂર્વ સૈનિકોની અને તેઓના પરિવારને યોગ્ય મદદ મળી રહે અને તેઓના સરકારી કાર્યો સરળતાથી પૂર્ણ થાય તેવા ઉદ્દેશ્યોને હંમેશા પ્રાથમિકતા આપવામાં આવે છે. જે અંતર્ગત કુકમા ગામના વતની પૂર્વ સૈનિક સ્વ.રામસિંહનાં ધર્મ પત્નીએ કચેરીને રજૂઆત કરી હતી કે તેઓની વૃદ્ધાવસ્થા અને શારીરિક તકલીફના લીધે સેનાના વિધવા ઓળખપત્રની કામગીરી માટે તેઓ કચેરીએ આવવા અસમર્થ છે. જેથી કચેરી દ્વારા તેઓની રજૂઆત અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કચેરીના અધિકારીશ્રી હિરેન લીમ્બાચીયા અને સ્ટાફ દ્વારા અરજદારની રૂબરૂ મુલાકાત લઈ ઓળખપત્રની જરૂરી કાર્યવાહી તેઓના ઘરે જ પૂર્ણ કરી સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. પૂર્વ સૈનિકનાં ધર્મપત્ની અને તેમની વિધવા દીકરી દ્વારા સરકારશ્રીનાં સૈનિકો પ્રત્યેના આવા હકારાત્મક અભિગમ અને ઉમદા પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતાં.