GUJARATSAYLA

ઝાલાવાડ નાં ખેડૂતો હવે પ્રાકૃતિક બાગાયતી ખેતી તરફ વળ્યા.

સરકાર દ્વારા ખેડૂતો હવે ઓર્ગેનિક ખેતી કરે તે હેતુથી અલગ અલગ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા નાં સાયલા તાલુકા નાં કેસરપર ગામ નાં વતની વિનુભાઈ સારલા જે છેલ્લા ઘણા સમયથી ઓર્ગેનિક ખેતી સાથે સંકળાયેલા છે.જેમાં સારા એવા બાગાયતી લીંબુ ની ખેતી કરી પોતે સારી એવી આવક મેળવી રહ્યા છે.વિનુભાઈ સારલા જે તમામ ખેડૂતો ને ઓર્ગેનિક ખેતી તરફ વળવા સંદેશો આપી રહ્યા છે જેમાં એક પણ રૂપિયા નુ રોકાણ કરવામાં આવતુ નથી.આ ઓર્ગેનિક પદ્ધતિથી કેમીકલ યુક્ત દવા બનાવતી વખતે જેવા કે લીમડો,આકડો, બાજરા નો લોટ, પાણી તેમજ જુદી જુદી વનસ્પતિઓ નો ઉપયોગ થાય છે.જેના લીધે રોગમુક્ત અને ઉતારો સારો એવો મળે છે.હાલ ઉનાળાની સિઝનમાં માર્કેટમાં લીંબુ ની માંગ હોવાથી વિનુભાઈ સારી એવી આવક મેળવી રહ્યા છે.આ ઓર્ગેનિક બાગાયતી ખેતી કરવા માટે સરકાર દ્વારા પણ રકમની કરવામાં આવે છે.

અહેવાલ,,જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!