GUJARATHALOLPANCHMAHAL

પાવાગઢ મંદિરના જુના પગથિયા પાસે વર્ષો જૂની જૈન તીર્થંકર મૂર્તિઓ ખંડિત વિવાદ સમેટાયો, પ્રતીમાઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પુન સ્થાપિત કરવાની કામગીરી શરૂ કરાઇ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૭.૬.૨૦૨૪

યાત્રાધામ પાવાગઢ ખાતે વિકાસ ના કામો ને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા વર્ષો જૂની જૈન તીર્થંકર મૂર્તિઓ તોડી નાખતા થયેલ વિવાદ ને લઈ આજે વહીવટી તંત્ર મંદિર ટ્રસ્ટ અને જૈન સમાજ ના અગ્રણીઓની બેઠક મળતા સુખદ સમાધાન કરી જેતે મૂર્તિઓ જેતે જગ્યા ઉપર ફરીથી સ્થાપિત કરી આપવાનું જણાવતા મામલો હાલ શાંત પડ્યો છે.પંચમહાલ જિલ્લા ના સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ મંદિરે જવા માટેના જુના પગથિયા માં ૭૦૦ વર્ષ ઉપરાંત જૂની જૈન તીર્થંકર મૂર્તિઓ મંદિર ટ્રસ્ટ દ્વારા વિકાસના કામો ને લઈ નવા પગથિયાં બનાવવા માટે તે મૂર્તિઓ તોડી નાખી બાજુમાં ફેંકી દેવાના આક્ષેપ સાથે જૈન સમાજ માં રોષ ભભૂકી ઉઠ્યો હતો . જેને લઇ ગત રવીવાર ની મોડી રાત્રે હાલોલ જૈન સમાજ ના લોકો મોટી સંખ્યા માં એકત્રિત થઇ પાવાગઢ પોલીસ મથકે આવેદનપત્ર ( ફરીયાદ ) આપ્યું હતું. જેને લઇ મોડી રાત્રે જિલ્લા પોલીસવડા પાવાગઢ ખાતે દોડી આવ્યા હતા અને તમારી માંગણી ને પૂરતો ન્યાય મળશે તેમ જણાવતા જૈન સમાજ ના લોકો પરત ફર્યા હતા.આજે સોમવાર ના રોજ સવારે પોલીસ અધિકારીઓ તેમજ જૈન સમાજ ના લોકો બનાવ સ્થળ ની મુલાકાત કરી હતી.ત્યારબાદ વહીવટી તંત્ર માં ઇન્ચાર્જ કલેક્ટર ( ડીડીઓ ) ડી કે બારીયા, જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી હાલોલ પ્રાંત અધિકારી, હાલોલ મામલતદાર પાવાગઢ પોલીસ મથક ના પીએસઆઇ,મંદિર ટ્રસ્ટ માં પાવાગઢના સ્થાનિક ટ્રસ્ટી વિનોદભાઈ આર વરીયા, અને જૈન સમાજ ના અગ્રણીઓ ની બેઠક મળી હતી.જેમાં ચર્ચા વિચારણા બાદ કોઈ ની ધાર્મિક લાગણી ના દુભાય અને સદભાવના બની રહે તેવા આશય સાથે પરામર્સ કરી નક્કી કરવામાં આવ્યું હતું કે જે તીર્થંકર મૂર્તિઓ કાઢી નાખી છે.તેને ફરીથી તે જગ્યા ઉપર સ્થાપીત કરી આપીશું જે ખંડિત થઇ છે. તેને પણ યોગ્ય રીતે તૈયાર કરી તેને પણ જે તે જગ્યાએ સ્થાપીત કરવાનું જણાવતા સુખદ સમાધાન થઇ ગયું હોવાનું પ્રાથમિક તબબકે જાણવા મળે છે.જૈન સમાજ ના આગેવાન ઓ જણાવ્યું હતું કે તીર્થંકર મૂર્તિઓ ગમે તે કારીગર બેસાડી ના શકે જાણકાર હોય તેવા કારીગર કામ કરી શકે તે માટે અને હાલમાં હાલોલ માં જૈન મંદિરનું કામ ચાલે છે તેમાંથી ચાર શિલ્પકારો ( સોમપુરા )ની મદદ સાથે તમારા અન્ય કારીગરો સાથે મળી આ ફરી મૂર્તિ સ્થાપીત કરવાનું જણાવતા સુખદ સમાધાન થતા આજે સોમવાર ના રોજ બપોર બાદ તે મૂર્તિઓ ને ફરીથી સ્થાપીત કરવાનું કામ ગ્રીન નેટ બધી અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરુ કરી દેવામાં આવ્યું છે.વધુમાં આવતી કાલે મંગળવાર ના રોજ પાવાગઢ મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ તેમજ અન્ય ટ્રસ્ટીઓ સાથે જૈન સમાજના અગ્રણીઓની બેઠક મળવાની છે તેમાં આ ફરી સ્થાપીત કરેલ તીર્થંકર મૂર્તિઓ ની હવે પછી અને ભવિષ્યમાં તેની દેખભાળ કોણ કરશે તેનો નિભાવ કોણ કરશે તેવી અનેક ચર્ચાઓ માટે બેઠક મળવાની છે તેમ જાણવા મળી આવ્યું છે.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button