BHARUCHGUJARATJHAGADIYA

રાજપારડી ખાતે સાંસદ મનસુખ વસાવાનું અભિવાદન સમારોહ યોજાયો

રાજપારડી ખાતે સાંસદ મનસુખ વસાવાનું અભિવાદન સમારોહ યોજાયો

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી સ્થિત ડી.પી.શાહ વિદ્યામંદિર ખાતે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત સાતમી વાર ચૂંટાઈ ને ભરૂચ લોકસભાના સાંસદ બનેલા મનસુખભાઈ વસાવાનું અભિવાદન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું, અભિવાદન કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખ વસાવા એ પોતાને જીત અપાવા બદલ કાર્યકરો તેમજ મતદારોનો આભાર કર્યો હતો અને જે લોકો દ્વારા ચૂંટણી દરમિયાન તેમના વિરૂધમાં અને પાર્ટીના વિરૂધમાં કામગીરી કરવામાં આવી છે તેવા લોકોને ખુલ્લા પાડીશું તેવી ચીમકી તેઓ ઉચ્ચારી હતી, ભરૂચ લોકસભામાં કોંગ્રેસ અમને આમ આદમી પાર્ટીના ખોટા પ્રચાર જેવા કે 400 સીટ મળશે તો મોદી આદિવાસીઓના હક અને અધિકાર ખતમ કરી નાખશે આવા ખોટા પ્રચારના કારણે ઝઘડિયા અને ડેડીયાપાડા મત વિસ્તારમાં ભાજપને ઓછા મત મળ્યા છે, તેમજ મારા પર પણ વ્યક્તિગત પ્રહારો કરવામાં આવ્યા હતા તેમ છતાં અમને સારા મતે જીત મળી છે

ડેડીયાપાડા અને ઝઘડિયા વિધાનસભા એ ટ્રાઇબલ સીટ હોવાથી વિરોધ પક્ષ દ્વારા રિઝર્વેશન રદ કરવાના ખોટા મુદ્દાઓના પ્રચારના કારણે અમને ત્યાં ઓછા મળતો મળ્યા છે છતાં અમને જીતના મત મળ્યા છે એ બદલ અમે જનતાનો આભાર માનીએ છે તેમ મનસુખ વસાવાએ જણાવ્યું હતું

વધુમાં સરકારની યોજનાઓનો સ્થાનિક જનતાને લાભ મળે અને ઝઘડિયા જીઆઇડીસીમાં પણ સ્થાનિક યુવાનોને રોજગાર મળે તેમજ શિક્ષણનું સ્તર ઊંચું આવે એ દિશામાં અમે આગળના દિવસોમાં કામ કરીશું તેમ ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું

આ અભિવાદન કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ મારુતી સિંહ અટોદરિયા, ઝઘડિયા ધારાસભ્ય રિતેશ વસાવા,જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, ડેડીયાપાડાના માજી ધારાસભ્ય મહેશ વસાવા, પ્રકાશ દેસાઈ, ઈમ્તિયાઝ અલી સૈયદ દિનેશભાઈ વસાવા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, પ્રમુખ ઉપ્રમુખ શહીત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!