BHARUCHGUJARATJHAGADIYA

વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી : સેન્ચ્યુરી એન્કલ લિમિટેડ રાજશ્રી પોલિફિલ કંપની ખાતે રક્તદાન શિબિર યોજાઈ

 વિશ્વ રક્તદાન દિવસ”ની  ઉજવણીના ભાગરૂપે સેન્ચુરી એન્કા લીમીટેડ (યુનિટ: રાજશ્રી પોલીફિલ) કંપની ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રક્તદાન શિબિરમાં કંપનીના કુલ ૫૦ કર્મચારીઓએ  રક્તદાન કર્યુ હતું.

 

નર્મદા અને ભરુચ જિલ્લા ના આદિવાસી વિસ્તારોમાં સિકલસેલ અને એનેમિયાનો રોગના દર્દીઓ વધુ પ્રમાણમાં જણાય આવે છે. જેથી તેમને  સૌથી વધુ લોહીની જરૂર પડતી હોય છે ત્યારે સેન્ચુરી એન્કા લીમીટેડ(યુનિટ: રાજશ્રી પોલીફિલ) કંપનીએ આ સત્કાર્યનું બીડું ઉપાડેલ છે.

સેન્ચુરી એન્કા લીમીટેડ(યુનિટ: રાજશ્રી પોલીફિલ) ઝઘડીયા તાલુકાનાં બામલ્લા ગામ ખાતે આવેલી કંપનીના  આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિન્ટ સંજય અગ્રવાલના નેતૃત્વમાં  આદિવાસી વિસ્તારમાં રક્તદાન અંગે જાગૃતિ લાવવા ઉપરાંત લોહીની જરૂરિયાતને પહોચી વળવા માટે સેન્ચુરી એન્કા લીમીટેડ(યુનિટ: રાજશ્રી પોલીફિલ) કંપની  દ્વારા સમયયાંતરે રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટા પ્રમાણમાં કર્મચારીઓ રક્તદાન કરે છે. આજ રોજ “વિશ્વ રક્તદાતા દિવસ”ની  ઉજવણીના ભાગરૂપે કંપની ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી સ્વેચ્છિક રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં કંપનીના કુલ ૫૦ કર્મચારીઓએ સ્વેચ્છિક રક્તદાન કર્યુ હતું.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!