GUJARATNARMADATILAKWADA

આગામી તારીખ 22 ના રોજ અયોધ્યા ખાતે રામ મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાનમાં રાખીને તિલકવાડા પોલીસ મથકે DYSP વાણી દુધાતની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

આગામી તારીખ 22 ના રોજ અયોધ્યા ખાતે રામ મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાનમાં રાખીને તિલકવાડા પોલીસ મથકે DYSP વાણી દુધાતની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

વસિમ મેમણ / નર્મદા

આગામી તારીખ 22 જાન્યુઆરી ના રોજ આયોધ્યા ખાતે રામ મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને ધ્યાનમાં રાખીને તિલકવાડા પોલીસ મથકે કેવડિયા વિભાગના DYSP વાણી દુધાત મેડમની અધ્યક્ષતામાં અને P.S.I જે .એમ લટા ની નિગરનીમાં શાંતિ સમિતિ ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું સાથે તાલુકાના દરેક વિસ્તારમાં શાંતિ સલામતી સાથે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે DYSP વાણી મેડમે બેઠકમાં ઉપસ્થિત સૌ ને અપીલ કરી

ઉલ્લેખનીય છે કે આગામી તારીખ 22 જાન્યુઆરી ના રોજ અયોધ્યા ખાતે રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવશે. જેને ધ્યાનમાં રાખી તિલકવાડા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનો સાથે સીધો સંવાદ કરતા DYSP વાણી મેડમે જણાવ્યું કે આગામી તારીખ 22 જાન્યુઆરી ના રોજ અયોધ્યા માં રેમ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવશે ત્યારે આવા શુભ અવસર પર કેટલાક અસામાજિક તત્વો શાંતિ બગાડવા માટે સોસિયલ મીડિયા માં ખોટી પોસ્ટ ન કરે અને ખાસ કરી ને આજના યુવાનોએ ખાસ ધ્યાન રાખવું. કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ કરી બીજાના ધર્મની લાગણી દુભાય તેવું કૃત્ય કરવુ નહિ જો કોઈ વ્યક્તિ ખોટી પોસ્ટ કરશે તો તેના વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરવામાં આવશે જેથી દરેક વિસ્તારના આગેવાનોએ પોતાના વિસ્તારના યુવાનોને સમજાવી ખોટી પોસ્ટ નહિ કરવા અને ખોટુ સ્ટેટ્સ નહિ મુકવા માટે સમજણ આપવા DYSP વાણી મેડમે ઉપસ્થિત સૌને અપીલ કરી હતી તે ઉપરાંત 22 તારીખે આયોજિત કાર્યક્રમ વિસે રૂપરેખા આપી અને શાંતિ પૂર્ણ માહોલ માં દરેક કાર્યક્રમ સંપન્ન કરવા માટે સૂચના આપી. આ બેઠકમાં તાલુકાના આગેવાનો ઉપરાંત નગરના હિન્દૂ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી બેઠકમાં સહભાગી બન્યા હતા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!