DAHODGUJARAT

દાહોદ તાલુકાના મોડલ સ્કૂલ ખરેડી ખાતે ઉજવાયો વિશ્વ સિક્લસેલ દિવસ ની ઉજવણી 

તા.૧૯.૦૬.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકાના મોડલ સ્કૂલ ખરેડી ખાતે ઉજવાયો વિશ્વ સિક્લસેલ દિવસ ની ઉજવણી

દાહોદ તાલુકાના ખરોદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મોડલ સ્કુલ, ખરેડી ખાતે માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી તથા એપેડેમિક મેડિકલ ઓફિસર અને તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ વિશ્વ સિકલસેલ દિવસ ની ઉજવણી કરવામાં આવી, સિકલસેલ કાઉન્સેલર દ્વારા સિકલસેલ એનિમિયા વિશે સમજ આપવામાં આવી,સિકલસેલ એનિમિયાના પ્રકાર,લક્ષણો , શું કરવું શું ન કરવું એ બાબતો ની સમજ વિડિઓ દ્વારા આપવામાં આવી,ધોરણ 6 ના 63 બાળકો ની સિકલસેલ DTT તપાસ કરવામાં આવી જેમાંથી 6 બાળકો સિકલ સેલ પોઝિટિવ આવ્યા સિકલસેલ પોઝિટિવ આવેલ બાળકનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું.કાર્યક્રમ માં પ્રા.આ.કે. ખરોદા ના મેડિકલ ઑફિસર,આયુષ મેડિકલ ઑફિસર,RBSK મેડિકલ ઑફિસર,લેબ ટેક્નિશિયન ,CHO,MPHW,FHW અને સિકલ સેલ કાઉન્સેલર હાજર રહ્યા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો

Back to top button
error: Content is protected !!