
ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી




આદિવાસી સમાજના આગેવાનો દ્વારા બેનરો સાથે રેલી કાઢવામાં આવી જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા
ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે ૧૩ સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, આજરોજ દિલીપ વસાવા અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા રાજપારડી ચંદ્રકાંત એંકલેવ સ્થિત ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યલય ખાતે ઉપસ્થિત રહી રેલી સ્વરૂપે રાજપારડી ચાર રસ્તા ખાતે ભગવાન બિરસા મુંડા ચોક પર બીરસા મુંડા ભગવાનની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા, ઉપસ્થિત લોકોને દિલીપ વસાવા દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતુ તેઓએ આદિવાસીઓના હક અને અધિકારની વાતો કરી હતી અને સરકાર ઉપર પ્રહાર કર્યા હતા તેમજ તમામ આદિવાસી સંગઠનોને એક મંચ પર આવી આદિવાસીઓની લડાઈ લડવા માટે આહવાન કર્યું હતું. ત્યારબાદ રાજપારડીથી તેઓ ભેગા થઈ ભરૂચ કલેકટર ઓફિસ ખાતે પહોંચી રાજ્યપાલને સંબોધીને આદિવાસીઓના હક અને અધિકાર માટેનું આવેદનપત્ર આપવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે દેશ આઝાદ થયા અને ૭૮ વર્ષ થયા છે અને ભારત દેશનું બંધારણ અમલમાં આવી અને ૭૪ વર્ષ થયા છે તેમ છતાં આજદિન સુધી આદિવાસીઓ માટે બંધારણમાં અનુસૂચિ-૫ અને અનુસૂચિ-૬ ની જે જોગવાઈઓ કરવામાં આવી છે તેનો અમલ કરવામાં આવી રહ્યો નથી અને સદંતર બંધાણીએ અધિકારોનું હનન થઈ રહ્યું છે, જે અત્યંત ગંભીર બાબત છે, વિશ્વ સંસ્થા સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા પણ વિશ્વભરના આદિવાસીઓના અધિકારો માટે ઘોષણાપત્ર જાહેર કરેલ છે અને ભારત સરકારે પણ ઘોષણાપત્રને સમર્થન કરેલ છે આ ઘોષણાપત્રના કારણે વર્ષ ૨૦૦૭ થી ૧૩ સપ્ટેમ્બરને વિશ્વ આદિવાસી અધિકાર દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે, આદિવાસીઓની પરિસ્થિતિ જોઈને એવું લાગે છે કે આ બધી વાતો ફક્ત કાગળ પડે છે, કારણ કે જમીનની વાસ્તવિકતા કંઈક અલગ જ છે, આજે પણ આદિવાસીઓના અધિકારીઓનું સતત હનન થઈ રહ્યું છે, આદિવાસીઓને એમના બંધારણીય અધિકારી વંચિત રાખવામાં આવી રહ્યા છે, આદિવાસીઓના બંધારણીય અધિકારોનું હનન ન થાય તે જોવાની જવાબદારી રાજ્યપાલ અને દેશના રાષ્ટ્રપતિની છે, તેમ છતાં પણ આદિવાસીઓ પ્રત્યેની જવાબદારી નિભાવવામા તેઓ નિષ્ફળ રહ્યા છો, જે વાત આજદિન સુધી આદિવાસીઓ તેમના બંધારણીય અધિકારોથી વંચિત રહ્યા છે તેનાથી સાબિત થાય છે, આવેદનપત્ર દ્વારા આદિવાસી સમાજના બંધારણીય અધિકારો અને હાલની આદિવાસી સમાજની જે પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને ૧૫ જેટલી માંગણીઓ છે, જો આ બાબતો ધ્યાનમાં લેવામાં નહીં આવે તો આવનાર સમયમાં આદિવાસી સમાજ મોટાપાયે આંદોલન કરશે તેની સંપૂર્ણ જવાબદારી આપની રહેશે તેવું જણાવ્યું હતું આ સાથે તેમણે તેમની ૧૫ માંગણીઓ વાળુ આવેદનપત્ર સાથે રજૂ કર્યું હતું.
ઈરફાનખત્રી
રાજપારડી



