BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ: સરકારે જમીનોના ભાવ 48 પૈસા જાહેર કર્યા, ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો

સમીર પટેલ, ભરૂચ

ભાડભૂત બેરેજમાં ડૂબમાં ગયેલી જમીનના પ્રતિ ચોરસ ફૂટ 48 પૈસા અને ઉપજાઉ જમીનના 3.60 રૂપિયા ભાવ સાથેની એવૉર્ડમની જાહેર થતાં ખેડૂતોનો રોષ જોવા મળ્યો

ભરૂચમાં ખેડૂતોનો વિરોધ, સરકારની જમીન સંપાદન નીતિનો વિરોધ,સરકારે જમીનનો ભાવ 48 પૈસા જાહેર કર્યો, કલેકટરને આવેદનપત્ર પાઠવાયું, ખેડૂત સમન્વય સમિતિના નેજા હેઠળ રજુઆત

ખેડૂત સમન્વય સમિતિ દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જમીન સંપાદનના સરકાર દ્વારા જાહેર કરાયેલ ભાવોનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. નર્મદા નદી પર ભાડભુત પાસે બની રહેલા બેરેજની સાથે ભરૂચ અને અંકલેશ્વર તરફના છેડા પર પાળા બનાવવામાં આવશે. આ પાળા સહિતની કામગીરી માટે જમીન સંપાદિત કરાઈ રહી છે. જમીનના બદલામાં યોગ્ય વળતર મળતું ન હોવાના આક્ષેપ સાથે ખેડૂતો દ્વારા આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું જેમાં જણાવ્યા અનુસાર જમીન સંપાદન અધિકારીએ ધંતુરીયા અને તરિયા ગામના જમીનના ભાવ એવૉર્ડ મની જાહેર કરતાં ખેડૂતોમાં રોષ ફેલાયો છે.

ભાડભૂત બેરેજમાં ડૂબમાં ગયેલી જમીનના પ્રતિ ચોરસ ફૂટ 48 પૈસા અને ઉપજાઉ જમીનના 3.60 રૂપિયા ભાવ સાથેની એવૉર્ડમની જાહેર થતાં ખેડૂતોનો રોષ જોવા મળી રહ્યો છે અને ભાડભુત બેરેજ માટે 1 ઈંચ જમીન પણ ન આપવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.ખેડૂતોએ જણાવ્યું હતું કે એક વીઘા જમીનમાં વાર્ષિક 2.50 લાખથી 3 લાખ ઊપજ મેળવે છે ત્યારે આ એવોર્ડ મળીને ખેડૂતોએ તેમની મશ્કરી ગણાવી છે.

Back to top button
error: Content is protected !!