GIR GADHADAGIR SOMNATHGUJARAT

ખિલાવડ ગામે ગટર નાં કામમાં એસ્ટીમેન્ટ વિરૂદ્ધ હલની ગુણવતા નું મટ્રીયલ વાપરી લોટ પાણી ને લાકડા કરી ભ્રષ્ટાચાર આચરતા હોવાના ગામ લોકોના આક્ષેપો

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

ગીર ગઢડા તાલુકાના ખિલાવડ માં વિકાસ નાં કામોમાં અંધેરી નગરી અને ગડું રાજા જેવી હાલત છતાં તંત્ર મૌન

 ખિલાવડ ગામે ગટર નાં કામમાં એસ્ટીમેન્ટ વિરૂદ્ધ હલની ગુણવતા નું મટ્રીયલ વાપરી લોટ પાણી ને લાકડા કરી ભ્રષ્ટાચાર આચરતા હોવાના ગામ લોકોના આક્ષેપો

ગ્રામ પંચાયત નાં ગટરના કામો તલાટી મંત્રી પોતેજ કોન્ટ્રાક્ટ રાખી માણસો પાસે કામ કરાવી અને ભ્રષ્ટાચાર આચરતા હોવાનું પણ ગામ નાં નાગરિકો પાસેથી જાણવા મળ્યું

સરકાર તો ગામડાઓ નાં વિકાસ માટે લાખો રૂપિયાની ગ્રાંટો ફાળવી રહી છે પણ શું ગામડાઓ માં ખરેખર યોગ્ય વિકાસ થાય છે ખરો.?

શું જવાબદાર તંત્ર વિકાસના ચાલુ કામોનું સ્થળ તપાસ કરતું હશે ખરું ?

અગાઉ પણ ગીર ગઢડા તાલુકાના ઘણા ગામડાઓ માં ભ્રષ્ટાચાર નાં અહેવાલો પ્રસિદ્ધ થયા છે પરંતુ તંત્રની પગલાં ભરવા માં કેમ ઢીલી નીતિ તે પણ એક સવાલ છે?

શું આજ છે ગામડાઓ નો વિકાસ ?

ગીર ગઢડા તાલુકાના ખિલાવડ ગામે ગટર નાં કામમાં ભ્રષ્ટાચાર એસ્ટીમેન્ટ મુજબ કામ ન થતું હોવાનો ગામ લોકોના આક્ષેપો

હલકી ગુણવત્તાના નું મટીરીયલ વાપરી ભ્રષ્ટાચાર કરતા હોવાના દૃશ્યો સામે આવ્યા

ખિલાવડ માં આઝાદી બાદ વિકાસ નું કામ ચાલુ તો થયું તેમાં પણ મોટા ગજાના સરપંચો અને તલાટી મંત્રી દ્વારા ભ્રષ્ટાચાર આચરી અને સરકાર નાં પૈસા ચાવ કરતા હોવાના આક્ષેપો થયાં

ગીર ગઢડા તાલુકાના ખિલાવડ ગામમાં ગટર નું કામ તો ચાલુ થયું પણ એસ્ટીમેન્ટ મુજબ કામ ન થતાં ગામ લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો

એસ્ટીમેન્ટ માં ગટર ની ઊંડાઈ પહોળાઈ અને.કંપની નાં પી.વી.સી.પાઇપ નો ઉલ્લેખ થયેલ હોઈ પણ હકીકત માં કામ એસ્ટીમેન્ટ વિરૂદ્ધ અને હલકી ગુણવત્તાના નું જોવા મળ્યું હતું

ગટર કામમાં ગટર નું ઊંડાઈ એસ્ટીમેન્ટ કરતા ઓછું અને ગટર નું લેવલ જ નાં હોય એસ્ટીમેન્ટ માં ઉલ્લેખ થયેલ PVC પાઈપ પણ ન હોય અને હાલની ગુણવતા નો પાઇપ જોવા મળ્યો હતો તેમજ યોગ્ય ઢાળ આપ્યા વગર પાયા વિહોણી ગટરનું કામ નાં દૃશ્યો જોવા મળ્યા હતાં

આ બાબતે ખિલાવડ ગામના તલાટી મંત્રી રણજીત ગોહિલ સાથે ટેલીફોનીક વાત કરતા એવું જાણવા મળ્યું હતું કે એસ્ટીમેન્ટ માં isi PVC નાં પાઇપ નો ઉલ્લેખ હોય પરંતુ તલાટી મંત્રી અને ગ્રામ પંચાયત દ્વારા iso pvc ના પાઇપ વાપરવામાં આવે છે

આ બાબતે ગીર ગઢડા ટી.ડી.ઓ સાથે ટેલીફોનીક વાત કરતા આબબતે મને કંઈ જાણ નથી તેવો ઉભડ જવાબ આપવામાં આવ્યો હતો

હવે જોવાનું એ રહ્યું કે શું તંત્ર સ્થળ તપાસ કરી યોગ્ય પગલાં ભરશે ખરું ?

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!