GANDEVIGUJARATNAVSARI

ગણદેવી ખેડૂત સહકારી સંઘના અમૃત મહોત્સવમાં મંત્રીશ્રી કુંવરજીભાઇ અને સાંસદશ્રી સી.આર.પાટીલ ઉપસ્થિત રહયા.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

ગુજરાત અને એમાં પણ દક્ષિણ ગુજરાત સહકારી પ્રવૃત્તિઓની તપોભૂમિ છે : નવસારી સાંસદ શ્રી સી.આર.પાટીલ
પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા   તથા નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલ ગણદેવી તાલુકા ખાતે  ખેડૂત સહકારી સંઘ લી. ના  ઉજવાઈ રહેલ ૭૫માં વર્ષના અમૃત મહોત્સવ સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહયા હતા.

ગણદેવી તાલુકા ખેડૂત સહકારી સંઘ લી.ના  પ્રાંગણમાં યોજાયેલા સમારોહમાં  મંત્રીશ્રી  કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે, ગણદેવી તાલુકાના  સભાસદ  માટે ‘ ગણદેવી તાલુકા ખેડૂત સહકાર સંઘ લી. ’ આશીર્વાદરૂપ બની છે. લોકાભિમુખ વહીવટ દ્વારા ગણદેવી વિસ્તારના ખેડૂત  લોકોની  જરૂરિયાતો સંતોષી આ મંડળીએ  દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં પ્રતિષ્ઠાભર્યું સ્થાન મેળવ્યું છે. ૭૫ વર્ષ પહેલા ગણદેવીની ધરા પર સહકારી ના બીજ રોપાયા બાદ  ગણદેવી તાલુકા ખેડૂત સહકાર સંઘ લી  આજે વટવૃક્ષ બની ખેડૂતોની તથા સભાસદોની સેવા કરી રહી છે. આવા અમૃત મહોત્સવમાં આપ સૌ સમક્ષ હાજર રહી  ગર્વની લાગણી અનુભવી રહ્યો છે સાથે ગણદેવી તાલુકા ખેડૂત સહકાર સંઘ લી આજ રીતે કુશળતાપૂર્વક વહીવટ કરી ખેડૂતોના સર્વાંગી વિકાસ માં મહત્વનું યોગદાન આપતું રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું. આ પ્રસંગે સમારોહના ઉદ્દઘાટકશ્રી તથા નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલે  જણાવ્યું કે   ગુજરાતનું સહકારી માળખું મજબૂત છે. દૂધ મંડળીઓ, સહકારી બેંકો, સુગર ફેક્ટરીઓ જેવા સહકારી એકમોએ રાજ્યના આર્થિક વિકાસમાં મહામૂલું યોગદાન આપ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.  ૭૫વર્ષ પૂર્ણ કરવાની ગૌરવભરી સિદ્ધિ મેળવવા બદલ ગણદેવી તાલુકા ખેડૂત સહકાર સંઘ  મંડળીને શુભકામનાઓ પાઠવી ઉતરોત્તર પ્રગતિ કરે તેવી તેમણે અભિલાષા વ્યક્ત કરી હતી. વધુમાં ગુજરાત અને એમાં પણ દક્ષિણ ગુજરાતને  સહકારી પ્રવૃત્તિઓની તપોભૂમિ ગણાવ્યું હતું. તેમણે ગણદેવી તાલુકા ખેડૂત સહકારી સંઘ લીના સભાસદો તથા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને  પગભર કરવાની ભાવના ધરાવતી આ મંડળીને શુભકામનાઓ આપી હતી.

મંડળીના પ્રમુખશ્રી ગોવિંદભાઇ પટેલે સ્વાગત પ્રવચન કરી વર્ષ 1948 થી આજ દિન સુધીની મંડળીની કામગીરી, પ્રગતિ અને સભાસદોના હિતાર્થે લેવાયેલા નિર્ણયો-પગલાઓની જાણકારી આપી હતી.
આ વેળાએ મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે મંડળીની સ્થાપનાને ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે વ્યવસ્થાપક સમિતિના સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે  જલાલપોર ધારાસભ્યશ્રી આર.સી.પટેલ , નવસારી ભાજપ પ્રમુખશ્રી ભૂરાભાઈ શાહ , ગુજરાતના સહકારી ક્ષેત્રેના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સભાસદો  ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!