BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

છોટા ઉદેપુર ખાતે રામલલ્લા નો ભવ્ય અભિષેક કરી ઐતિહાસિક ધાર્મિક કાર્યક્રમ ની સાક્ષી પૂરી…

છોટા ઉદેપુર જિલ્લો ભક્તિભાવ સાથે રામ મય બન્યો. ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમ નું આયોજન કરાયું

આજરોજ છોટા ઉદેપુર જીલ્લા માં ધાર્મિક સ્થળો ઉપર ભગવાન શ્રી રામ ના અભિષેક નું આયોજન કરવામાં આવ્યું હતું. અને જીલ્લાના મંદિરોમાં રામધૂન, ભજન કીર્તન, પૂજન અને મહા આરતી ના કાર્યક્ર્મો કરવામાં આવ્યા હતા. જીલ્લા મથક છોટા ઉદેપુર ખાતે ગોરા રામજી મંદિર ના પ્રાંગણમાં ભગવાન રામલલ્લા નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં આજરોજ સવારે અખંડ રામધૂન, હનુમાન ચાલીસા પાઠ, સર્વરોગ નિદાન કેમ્પ અને 10કલાકે શ્રી રામ લલ્લા ના બાળ સ્વરૂપ નું અભિષેક કરવામાં આવ્યો હતો. જેમાં ચારભૂજા સેવા ટ્રસ્ટ અને જલારામ પરીવાર, જીલ્લા ભાજપ પ્રમુખ, વાલ્મિકી સમાજ સહિત ના આગેવાનોએ અભિષેકનો લ્હાવો લઇ ને ધન્યતા અનુભવી હતી તથા બપોરે 12કલાકે અયોઘ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું મોટાં પડદા ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું અને બપોરે 12.45 કલાકે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ ની વિશાળ પ્રતિમા સમક્ષ મહાઆરતી કરવામાં આવી હતી. જેમાં જીલ્લા પોલિસ વડા આઇ. જી. શેખ તથા વિવિઘ આગેવાનો એ મહા આરતી માં ભાગ લીધો હતો. ત્યાર બાદ જલારામ પરીવાર તરફથી મહાપ્રસાદી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરની જનતા એ મોટી સંખ્યામાં પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી.

અત્રે ઉલ્લેખનીય છેકે સમગ્ર દેશ નો ઐતિહાસિક ધાર્મિક કાર્યક્રમ આજરોજ તા.22 જાન્યુઆરી ના રોજ અવધ પૂરી અયોઘ્યા ખાતે યોજાયો જેમાં ભગવાન શ્રી રામ ની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નું હર્ષોલ્લાસ અને ધામધૂમ થી આયોજન કરવામાં આવ્યુ. જેની સાક્ષીમાં સમગ્ર છોટા ઉદેપુર જિલ્લો પણ રામભક્તી માં રંગાયો હતો. અને ઠેર ઠેર મંદિરોમાં અને જાહેર જગ્યાઓ ઉપર ભગવાન રામ ની ધજા પતાકા, સંગીતમય ભજન કીર્તન નું આયોજન કરવામાં આવ્યુ હતું. સમગ્ર જિલ્લા ના રામ મંદિરો તથા અન્ય દેવી દેવતાઓના મંદિરોને શણગારવામાં આવ્યા હતા અને સમગ્ર છોટા ઉદેપુર જીલ્લા માં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.

છોટા ઉદેપુર નગર માં ધાર્મીક કાર્યક્રમો ની સાથે તા.22 ના રોજ લોક ડાયરા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અને ભગવાન રામ લલ્લાં ની પ્રતીષ્ઠા સમયે ઢોલ નગારાં સાથે ભવ્ય આતિશબાજી કરવામાં આવી હતી. ભગવાન શ્રી રામ અયોઘ્યા ખાતે પધાર્યા હોય જેની ખુશીમાં છોટા ઉદેપુર સહીત સમગ્ર દેશ ભાવ વિભોર થયો છે. અને છોટા ઉદેપુર જીલ્લા સહીત સમગ્ર દેશ માં દિવાળી જેવો ઉત્સવ મનાવાઇ રહયો છે.

છોટા ઉદેપુર ના નાગરિક અને ભક્ત રોહિતભાઈ અંબિકાપ્રસાદ જોષી કારસેવક રહી ચૂક્યા હોય અને અયોઘ્યા ખાતે કારસેવા માં ગયા હોય જેઓએ જેતે સમયે પ્રતિજ્ઞા કરી હતી કે અયોઘ્યા માં રામ મંદીર બનશે તો હું મારા નિવાસ્થાન નવાપુરા (ગોલવાડા) થી નગરનાં રામજી મંદિર સુધી આળોટી પ્રણામ કરતો કરતો જઈશ અને મારી પ્રતિજ્ઞા પુર્ણ કરીશ. આજના દિવસે તેઓની મનોકામના પૂર્ણ થતાં શ્રી રામજી મંદિર નું ભવ્ય નિર્માણ થતાં તેઓના નિવાસ્થાને થી રામજી મંદિર સુધી આળોટી ને પ્રણામ કરતા કરતા આવી તેઓની પ્રતિજ્ઞા પુર્ણ કરી હતી જ્યારે પ્રતિજ્ઞા પુર્ણ થતાં ભાવ વિભોર થયાં હતાં.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!