CHIKHLIGUJARATNAVSARI

નવસારી જિલ્લાના તલાવચોરા ગામે રાત્રિસભા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને યોજાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લાનાં ચીખલી તાલુકાના તલાવચોરા ગામે સફળતાપુર્વક રાત્રી સભા યોજાઈ હતી સંવેદનશીલ પારદર્શક ગુજરાત સરકાર દ્રારા લોકોના સામુહિક પ્રશ્નોના નિકાલ માટે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગ્રામજનોને કચેરી સુધી આવવુ ન પડે તે માટે જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવે સામેથી ચાલીને ગામની મુલાકાત લઈ તેઓના પ્રશ્નોને વાચા આપવા માટે ચીખલી તાલુકાના તલાવચોરા ગામે તેમના અધ્યક્ષસ્થાને રાત્રી સભા યોજાઈ હતી. જેમાં ગ્રામજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ હોવાની સાથે અધિકારીશ્રીઓએ સામુહિક પ્રશ્નો સાંભળી તેના નિકાલ માટેની ખાતરી આપી હતી.
કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવે ગ્રામજનોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગામના સામુહિક પ્રશ્નો સૌ પ્રથમ તાલુકાકક્ષાએ થી ત્યારબાદ પ્રાંતકક્ષાએથી ઉકેલવામાં આવશે. અને જિલ્લાકક્ષાના પ્રશ્નો કલેકટર કક્ષાએથી વહેલી તકે નિકાલ કરવામાં આવશે. ઉપરાંત રાજ્યકક્ષાએ સલગ્ન પ્રશ્નોની ઉચ્ચકક્ષાએ મોકલી આપવામાં આવશે. ગ્રામજનોના સામુહિક પ્રશ્નો પ્રથમ અગ્રતા આપી તેના નિકાલ માટે સબંધિત ખાતાના અધિકારીઓને સુચનાઓ આપી પ્રયાસો હાથ ધરવા ઉપરાંત ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી તલાવચોરા ગામને સ્વચ્છ, સુંદર અને રળીયામણું  આદર્શ ગામ બનાવવા માટે લોકોએ સહભાગી થવું જોઈએ.
ગામના ગ્રામજનો દ્વારા  સામુહિક પ્રશ્નો  જેવા  રસ્તાના પ્રશ્નો, ડી.જી.વી.સી.એલના કેબલ વાયર તથા સ્ટ્રીટ લાઈટના પ્રશ્નો, આવાસ યોજનાના પ્રશ્નો, નવું ગામતળ નીમ કરવા નો પ્રશ્ન, જમીન સંપાદન વળતર અંગેના પ્રશ્નો, કબ્રસ્તાન માં પ્રોટેક્શન વોલના પ્રશ્ન, જોબકાર્ડ માં રોજગારી આપવાનો પ્રશ્ન, પીવાના પાણીના પ્રશ્ન  સહિતના પ્રશ્નો  રજુ કર્યા હતા.
આ પ્રસંગે પ્રાંત અધિકારી, મામલતદાર, સરપંચતેમજ સંબંધિત વિભાગના  અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો સહભાગી થયા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!