BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચમાં સ્વયં સૈનિક દળના સભ્યોએ ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માગ સાથે વિરોધ નોંધાવ્યો…

સમીર પટેલ, ભરૂચ
ભરૂચમાં સ્વયં સૈનિક દળના સભ્યોએ ગૃહમંત્રી અમિત શાહની ડૉ.બાબા સાહેબ આંબેડકરની ટીપ્પણી મુદ્દે જિલ્લા કલેકટર કચેરીની બહાર વિરોધ નોંધાવી ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગણી કરી તેના પોસ્ટર ઉપર ચપ્પલો મારી વિરોધ નોધાવ્યો હતો.જોકે પોલીસે તેમને અટકાવ્યા હતા.

ભારત દેશનાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા શિયાળુ સત્રમાં સંવિધાન સંશોધનની ચર્ચા દરમિયાન ડૉ.બાબા સાહેબ આંબેડકર અંગે ટીપ્પણી કરતાં સમગ્ર ભારત દેશના દલિત સમાજ સહિત બહુજન સમાજમાં અત્યંત રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે અમિત શાહ તેં મામલે માફી માંગી રાજીનામુ આપે તેવા સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યા છે.

ભરૂચ ખાતે પણ આજ રોજ સવારના સ્વયં સૈનિક દળના સભ્યોએ કલેકટર કચેરીની બહાર મોટી સંખ્યામાં એકત્ર થઈને ભારે સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી મૂક્યું હતું.જેમાં ગૃહમંત્રી અમિત શાહ રાજીનામું આપે અને માફી માંગે તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.જ્યારે અમુક લોકોએ અમિત શાહના પોસ્ટરને ચપ્પલો મારી વિરોધ નોધાવ્યો હતો.જોકે ત્યાં હાજર પોલીસે તાત્કાલિક તેમને અટકાવ્યા હતા.ત્યાર બાદ સ્થાનિકોએ રેલી સ્વરૂપે કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું.

Back to top button
error: Content is protected !!