GUJARATMULISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

મુળીના ખંપાળીયા ગામે કોલસાની ગેરકાયદેસર ખાણમાં ભેખડ ધસી પડવાથી 4 મજુરના મોત

તા.25/01/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

કોલસાની ખાણના માલિક રાજકીય આગેવાનો

તંત્ર દ્વારા તમામ ખાણો બુરવાની કાર્યવાહી ચાલુ

મુળી તાલુકાનાં ખંપાળીયા ગઢડા ગામે છેલ્લા ચાર મહિનાથી કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમી રહી હતી ત્યારે ગત રાત્રીના આઠ કલાકે કોલસાની ખાણમાં ભેખડ ધસી પડવાથી ચાર મજુરોના કમકમાટી ભર્યા મોત થતા ચકચાર ફેલાઈ જવા પામી છે ત્યારે મળતી માહિતી મુજબ મુળી તાલુકાનાં ગઢડા ખંપાળીયા સીમ વિસ્તારમાં ગોદીબેન નામના મહિલા ખેડૂતની માલિકીની જમીનમા ગેરકાયદેસર ખનન વહન ચાલી રહ્યું હતું જેમાં ભેખડ ધસી પડવાથી ઘટના સ્થળે જ બે પુરુષ અને એક મહિલાના મોત નિપજયા હતા અને એક ઘાયલ હતા તેઓ સ્થાનિક ખંપાળીયાના જયરાજ મેરાભાઈ કોળી નું સારવાર દરમિયાન મોત નિપજયું હતું એટલે મૃત્યુ આંક કુલ ચાર થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી જેમાં કોલસાની ખાણોના માલીક રાજકીય આગેવાનો જ નામ બહાર આવતા રાજકીય ગરમાવો પણ જોવા મળેલ હતો આ કોલસા ખનન વહન મુળી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન કલ્પેશ કેશાભાઈ પરમાર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત સદસ્યના પતિ ખીમાભાઇ સારદીયાની માલિકીની હોવાનુ માહિતી મળે છે બંને ભાગીદાર હોવાનું બહાર આવેલ છે ત્યારે પરપ્રાતિય મજુરોની લાશોને રાતે જ સગેવગે કરાવી રવાના કરી દેવામાં આવેલ હતા જયારે ખંપાળીયાના યુવાનનુ સારવાર દરમિયાન વહેલી સવારે મોત થતા તેઓને ખંપાળીયા મુકામે લાવવામાં આવેલ હતા સવારે સાત કલાકે તેઓની સ્મશાન વિધિ પુરી કરવામાં આવી હતી તેઓની ઉમર 20 વર્ષની જાણવા મળેલ છે અને અપરણિત હતા હાલ સુધી ફરિયાદ નોંધવાની કામગીરી કરવામાં આવી નથી અને ખાણ ખનીજ વિભાગના તમામ અધિકારી દોડી આવ્યા હતા અને તાત્કાલિક થાનગઢથી જેસીબી મશીન નંગ 16 લોડર નંગ 2 ને બોલાવી કોલસાની ખાણો બુરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે અને ભુસ્તર શાસ્ત્રી નિરવ બારોટ પણ ઘટનાસ્થળે પહોચી ગયા ના અહેવાલ મળી રહ્યા છે પંચાળ પંથકમાં કોલસો ખનીજ મળી આવે છે ત્યારે રાજકીય આગેવાનો આ ગેરકાયદેસર ખનન વહન કરતાં હોય છે અને દર વર્ષે 100 મજુરના મોત થતા હોય છે મજુરને બે લાખથી ચાર લાખ રૂપિયા આપી મોતની ઘટના દબાવી દેવામાં આવે છે અને પરિવાર કોઈ ફરિયાદ માટે આગળ આવતા હોતા નથી પોલીસ પણ આમાં દર મહિને દોઢ લાખ જેટલો એક કોલસાની ગેરકાયદેસર ખાણનો હપ્તો લેવામાં આવે છે માટે આવી ઘટના ઘટે ત્યારે પોલીસનો સાથ સહકાર આ ખનીજ માફીયાઓને મળતો હોય છે ખંપાળીયા સરપંચ દ્વારા એક માસ પહેલા જ મામલતદાર મુળીને ખનીજ ખનન વહન બાબતે લેખિત રજુઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી ત્યારે આજે ચાર મજુરો મોત ના મુખમાં ધકેલાઈ જતા તંત્ર આળસ મરડી હવે કાર્યવાહી કરવા માટે સજ્જ બનેલ હોય તેમ લાગી રહ્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!