GUJARATPATANSIDHPUR

Sidhpur : વડગામના તેનીવાડા ગામે ભારતીય સેનામાં ફરજ બજાવી માતૃભૂમિની રક્ષા કરી નિવૃત્ત થતા રાજપુત સમાજના ફૌજી જવાનનું ભવ્ય સ્વાગત કરાયું.

વડગામના તેનીવાડા ગામે ભારતીય સેનામાં ફરજ બજાવી માતૃભૂમિની રક્ષા કરી નિવૃત્ત થતા રાજપુત સમાજના ફૌજી જવાનનું ભવ્ય સ્વાગત કરાયું.

વડગામ તાલુકાના તેનીવાડા ગામે રાજપૂત સમાજના ફૌજી જવાન શ્રી બળવંતસિંહ કેસરસિંહ રાજપુત સાહસ ,સૌર્ય અને સમર્પણના સર્વોત્તમ શિખર સમી ભારતીય સેનામાં 16 વર્ષ ફરજ બજાવી નિવૃત્ત થતા પોતાના માદરે વતન તેનીવાડા ગામે આવતા સમગ્ર ગ્રામજનો હિન્દુ -મુસ્લિમ એક થઈ આ ફૌજી જવાનનો ભવ્ય વરઘોડો કરી સમગ્ર ગામમાં ફરીને ઠેર ઠેર મોહલ્લે મોહલ્લે કુમકુમ તિલક કરી હાર પહેરાવી શાલ ઓઢાડી ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમના પિતાશ્રી કેસરસિંહ ઘેમરસિંહ રાજપુત પણ અગાઉ ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂક્યા છે. તેમ પોતાના પિતાના પગલે તેઓ પણ ભારતીય સેનામાં જોડાઈ “માં “ભોમની રક્ષા કરી વતન આવતા તેઓએ જણાવ્યું કે મેં આઠ વર્ષ કાશ્મીરમાં ફરજ બજાવી ત્યાંથી અન્ય રાજ્યો જેવા કે ઓરિસ્સા ,બિહાર ,ઝારખંડ, પંજાબ છેલ્લે રાજસ્થાનમાં ફરજ બજાવી નિવૃત્ત થતા માદરે વતન પાછા ફરી ગામમાં દેવ દર્શન કરી પોતાની જન્મભૂમિને નમન કરી પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું હતું.
વધુમાં તેઓએ સમગ્ર ગ્રામજનોનો ભોજન સમારંભ યોજી પોતાના રાજપૂત સમાજમાં કેળવણી ફંડમાં 51000 રૂપિયા દાન આપી નોકરીનું ઋણ અદા કર્યું હતું.

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા,સિદ્ધપુર

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!