BANASKANTHAGUJARAT

 શ્રી ઉત્તર ગુજરાત આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજ અમદાવાદ દ્વારા ૧૯ મું સ્નેહ સંમેલન અને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

મહંતશ્રી પ.પૂ.બળદેવગીરી બાપુ કોમ્યુનિટી મ્યુનિસિપલ હોલ ઘાટલોડિયા,અમદાવાદ ખાતે

શ્રી ઉત્તર ગુજરાત આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજ અમદાવાદ દ્વારા ૧૯ મું સ્નેહ સંમેલન અને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

મહંતશ્રી પ.પૂ.બળદેવગીરી બાપુ કોમ્યુનિટી મ્યુનિસિપલ હોલ ઘાટલોડિયા,અમદાવાદ ખાતે અમદાવાદમાં વસવાટ કરતા શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજના દાતાઓ,હિતેચ્છુઓ તથા શિક્ષણ પ્રેમીઓ સભ્યોના અવિરત સહકાર અને સહયોગ થી શ્રી ઉત્તર ગુજરાત આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજ ના મંડળ દ્વારા અમદાવાદ ખાતે ૧૯ મું સ્નેહ સંમેલન અને ઈનામ વિતરણ કાર્યક્રમ તા ૨૧/૧૨/૨૦૨૪ ને રવિવારના રોજ ગોરધનભાઈ પ્રજાપતિ પુંધરા (કમાલપુર) ના અધ્યક્ષ સ્થાને ઉદ્ધાટક ત્રિભોવનભાઈ પ્રજાપતિ ગાંધીનગર (વડનગર) તથા સમાજના પ્રમુખ દિલીપકુમાર જેઠાલાલ ઉસ્માનપુરા ,ઉપપ્રમુખ અમરતભાઈ મહાદેવભાઈ ઈસનપુર,મંત્રી નૈનેષભાઈ વેલજીભાઈ અમરાઈવાડી,સહ મંત્રી સુરેશભાઈ ધનાભાઈ ચાંદલોડિયા (રૂવેલ),મનોહરભાઈ કરશનદાસ ઘોડાસર,મુખ્ય મહેમાન પ્રકાશભાઈ વિરકૃપા જવેલર્સ,પૂર્વપ્રમુખ ઈશ્વરભાઈ ડાહ્યાભાઈ અમરાઈવાડી સહિત દરેક મુખ્ય મહેમાનો,અતિથિ વિશેષો,પરગણાના પ્રમુખો, મંડળ ના પ્રમુખો,આમંત્રિત મહેમાનો, દાનવીર દાતાઓ સહીતપ્રજાપતિ સમાજની હાજરીમાં યોજાયો હતો.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શાશક પક્ષના નેતા ગૌરાંગભાઈ પ્રજાપતિ,શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ (બાર પરગણા) ગોળ સુરતના પ્રમુખ મનસુખભાઈ,શ્રી વઢિયારી પ્રજાપતિ સમાજ મહેસાણાના પ્રમુખ બચુભાઈ (વકીલ), રજીસ્ટાર ચિલ્ડ્રન યુનિર્વસિટિ ગાંધીનગરના ડૉ.અશોકભાઈ, અંજલીબેન પ્રજાપતિ (એ.એસ. આઈ.સાબરમતી પોસ્ટે.),શ્રી વાંસા પરગણા પ્રજાપતિ સમાજ ના પ્રમુખ નાનજીભાઈ,શ્રી આઠ
પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળના પ્રમુખ રસિકભાઈ,શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિ રાધનપુરના પ્રમુખ માધુભાઈ,શ્રી સમી પરગણા પ્રજાપતિના પ્રમુખ ગોવિંદભાઈ,શ્રી વઢીયારી પ્રજાપતિ મહિલા વિકાસ મંડળ મહેસાણાના પ્રમખ ભગવતીબેન, કાંકરેજ તાલુકા પ્રેસરિપોર્ટર નટવર.કે.પ્રજાપતિ થરા,ડૉ. દિનેશભાઈ પ્રજાપતિ થરા, રતિલાલ પ્રજાપતિ ગાંધીનગર સહિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. પ્રમુખ દિલીપકુમારે શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી મંડળ દ્વારા પુષ્પગુચ્છ આપીશાલ ઓઢાડી સન્માન કર્યું હતું.અનેક બાળકોએ ડાન્સ સહિત અનેક કૃતિઓ રજૂ કરી ધોરણ ૧ થી એમ.બી.બી. એસ.સુધીઅભ્યાસ કરતા પ્રથમ,દ્વિતીય, તૃતીય નંબર પ્રાપ્ત કરનાર ૧૭૦ વિધાર્થીઓને ઈનામ આપવામાં આવ્યા હતા. જયારે ૩૭ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.આ પ્રસંગે પ્રજાપતિ સમાજ વિશાળ સંખ્યા માં હાજર રહી બપોરે ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પાડ્યા હતા. સ્ટેજ સંચાલન સોમાભાઈ તથા મનહરભાઈ એ કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષણ કન્સલ્ટીન પ્રોફેસર જગદીશભાઈ ઘેલાભાઈ ગુર્જરે આભાર વિધિ મનસુખભાઈ એ કરી હતી.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!