GUJARATPATANSIDHPUR

સિધ્ધપુર જ્યુડિશિયલ કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસમાં એક આરોપીને એક વર્ષની સાદી કેદની સજા

સિધ્ધપુર જ્યુડિશિયલ કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસમાં એક આરોપીને એક વર્ષની સાદી કેદની સજા

સિધ્ધપુર તાલુકાના ઠાકરાસણના ખેડૂત દ્વારા પોતાના દીકરાના પરિચિત વ્યક્તિને હાથ ઊછીના આપેલા રૂપિયા સમય મર્યાદા પૂર્ણ થયે સામેવાળી વ્યક્તિ દ્વારા ખેડૂતને આપેલ ચેક સમય મર્યાદા પૂર્ણ થયા બાદ બેંકમાં નાખતા ચેક પરત ફરતા ખેડૂત દ્વારા વારંવાર ઉઘરાણી કરવા છતાં પોતાની હાથ ઊછીની આપેલી રકમ પરત ન મળતા સિદ્ધપુર કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા કોર્ટ દ્વારા બંને તરફના અરજદારોની અરજને સાંભળ્યા બાદ ખેડૂત સાચો લાગતા અને સામાવાળા વ્યક્તિ દ્વારા ખેડૂત જોડે વિશ્વાસમાં લઈને ગેરરીતિ આચરી હોવાનું સ્પષ્ટપણે દેખાતા સુરતના રહેવાસીને એક વર્ષની સાદી કેદની સજા અને 5,000 રૂપિયા નો દંડ ફટકાર્યો છે અને બે મહિનામાં ખેડૂતની રકમ પરત કરવાનો હુકમ કર્યો છે

આ અંગેની હકીકત એવી છે કે સિદ્ધપુર તાલુકાના ઠાકરાસણ ગામના રામાભાઈ શંકરભાઈ પટેલ ઉં.વ 21 રહે. ઠાકરાસણ વાળાના પુત્ર નિકુલ ઉર્ફે ભૂરો છેલ્લા ઘણા સમયથી વ્યવસાય અર્થે સુરત ખાતે સ્થાયી થયેલ હતો જેને અવારનવાર રામાભાઇ દ્વારા મળવા જવાનું થતું હોવાથી તેમનો પાડોશી નાગરભાઈ હરગોવનદાસ પટેલ રહે.મ.નં 130 અમીજરા મુ.બમરોલી તા.જી.સુરત ના પરિચયમાં આવેલ એવામાં એકાએક પરિચયમાં આવેલ વર્ષ 2019 માં નાગરભાઈ દ્વારા ઠાકરાસણ મુકામે આવીને રામાભાઇને કહેલ કે મારા ધંધામાં આર્થિક નુકસાન ગયેલ છે તો મને છ મહિના માટે હાથ ઉછીના અઢી લાખ રૂપિયાની સગવડ કરી આપો જે છ મહિનાની સમય મર્યાદામાં આપને પરત કરી દઈશ આ સમય દરમિયાન રામાભાઈ પાસે પોતાની વેચેલી બે ભેંસોના પૈસા ઘરમાં રોકડા પડેલ હોવાથી અને દીકરાના પડોશી અને પરિચિત હોવાથી વિશ્વાસમાં રહીને અઢી લાખ રૂપિયા હાથ ઊછીના આપેલ જે સમય મર્યાદા પૂર્ણ થતા રામાભાઇ દ્વારા વારંવાર ઉઘરાણી કરવા છતાં નાગરભાઈ દ્વારા પરત ન કરતા ત્યારબાદ રામાભાઇને 23-12-2019 બરોડા બેંક સુરતની શાખા નો અઢી લાખની રકમનો ચેક આપેલ અને જણાવેલ કે ચેક માં લખેલ તારીખ મુજબ આ બેંકમાં ચેક નાખશો તો આપની રકમ આપને પરત મળી રહેશે જેના અનુસંધાને રામાભાઇ દ્વારા 23-12-2019 ના રોજ આ ચેક ધી મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક માં ભરતા 24-12-2019 ના રોજ સ્ટોપ પેમેન્ટના શેરા સાથે ચેક પરત ફરેલ જે અંગે રામાભાઇ દ્વારા નાગરભાઈ ને ટેલીફોનિક સંપર્ક કરતા નાગરભાઈએ જણાવેલ કે મારે તને કોઈ પૈસા આપવાના નીકળતા નથી અને હું તને કોઈ પૈસા આપવાનો નથી તારાથી થાય તે કરી લે એટલે આ અંગે રામાભાઇ દ્વારા સિધ્ધપુર ખાતે ખાનગી વકીલ એ.કે લાલવાણી દ્વારા સિદ્ધપુર જ્યુડિશિયલ કોર્ટમાં દાવો દાખલ કરતા મે.એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.એન પટેલ ની કોર્ટમાં દાવો ચાલી જતા બંને પક્ષોની રજૂઆત ધ્યાનમાં લઇ એડવોકેટ એ.કે લાલવાણીની ધારદાર રજૂઆતોને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.એન પટેલ દ્વારા આ અંગે ચુકાદો આપવામાં આવેલ કે ફરિયાદી પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલ વ્યક્તિ છે અને એ રકમનો સાચો હકદાર છે તો બે મહિનાની અંદર આરોપી નાગરભાઈ દ્વારા અઢી લાખ રૂપિયા જે ચેક ની રકમ છે તે આપી દેવા નહીં તો કોર્ટ દ્વારા એક વર્ષની સાદી કેદની સજા અને 5,000 નો દંડ અને જો એ ભરવામાં નહીં આવે તો વધુ સાદી કેદની સજા ત્રણ માસની કરવામાં આવશે.

 

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા,સિદ્ધપુર

 

 

 

 

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!