GUJARATMULISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો હવે પાણી ચોરી કરશે તો થશે પાસા

તા.24/01/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ગુજરાત સરકારે કલેક્ટરને આદેશ કરતા ખેડૂતો લાલઘુમ કીશાન કોંગ્રેસ મેદાનમાં – ગુજરાત સરકાર દ્વારા જિલ્લા કલેક્ટરને આદેશ આપવામાં આવેલ છે કે 2019 ના કાયદા પ્રમાણે નર્મદાના પાણી કે પીવાના પાણીની પાઈપ લાઈનમાં થી કોઈ ખેડૂતો ગેરકાયદેસર પાણી કનેક્શન લીધેલ હોય તો તેઓને સામે હવે પાસાનું શસ્ત્ર અજમાવવામાં આવશે તેવો હુકમ કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો લાલઘુમ બન્યા છે ત્યારે આ હુકમમા ખાસ થાનગઢ મુળી તાલુકાનાં ખેડૂતોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે અને ખેડૂતોને પાણી ચોર કહી જગતતાતનું અપમાન કરવામાં આવ્યું છે ત્યારે ખેડૂતો હવે આ બાબતે લડવાના મુડમાં આવી ગયા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કીસાન કોંગ્રેસ ચેરમેન રામકુભાઇ કરપડા એ જણાવ્યું હતું કે સૌની યોજનાથી પાણી દ્વારકા સુધી પહોંચે છે તે પાઈપ લાઈન મુળી અને થાનગઢના જમીન પેટાળ હેઠળથી પસાર થાય છે ત્યારે અહીંના ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાના નીર આપવામાં આવતા નથી પીવાનું પાણી પણ ગામડાઓ સુધી સરકાર પહોચાડી શકેલ નથી 2012 થી ખેડૂતોને સૌની યોજના પાઈપ લાઈનના સપનાઓ આપતા હતા સૌરાષ્ટ્રના તમામ ડેમો ભરવામાં આવશે ની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે 2019 થી સૌની યોજના પાઈપ લાઈન ચાલુ છે અને થાનગઢ મુળી તાલુકાનાં ગામોમાં આપવામાં આવતું નથી ત્યારે ખેડૂતો કોઈ નાની પાઈપ લાઈન માંથી પીયત માટે પાક બચાવવા માટે પાણી કનેક્શન લીધેલ ઝડપાઈ જશે તો પાસાનું શસ્ત્ર ઉગામવા કેટલું વ્યાજબી ગણાય ખરેખર આ ખેડૂતોને પાણી ન પહોચાડી શકનાર સરકાર લાજવાના બદલે ગાજવા લાગી છે અને ખેડૂતોને ચોર કહી અપમાન કરી પાસાનો ગેર‌ઉપયોગ ખેડૂતો ઉપર કરી રહી છે ત્યારે ખેડૂતો આ બાબતે સરકાર સામે મોરચો માંડી કિડીને કોસનો ડામ જેવો આ પાસાનો કાયદો પરત લેવા લડત કરશે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!