BANASKANTHAGUJARATPALANPUR
જગાણા ખાતે પેન્શનર્સ એસો.ની દસમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
30 સપ્ટેમ્બર સુભાષ વ્યાસ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
પેન્શનર્સ એસોસિયેશનની દસમી વાર્ષિક સાધારણ સભા મહાદેવ મંદિર જગાણા ખાતે નિવૃત કલેકટર સુરેન્દ્ર વાઘેલાના અધ્યક્ષ સ્થાને સભા યોજાઇ હતી જેમાં પેન્શનર્સના પૌત્ર- પૌત્રીઓને અભ્યાસમાં પ્રથમ,બીજો, અને ત્રીજો નંબર મેળવનારને ઇનામ આપવામાં આવ્યા હતા 75 વર્ષ ઉપરના વડીલ પેન્શનરોને બુકે અને સાલ ઓઢાડીને સન્માનિત કરાયા હતા. આ દસમી વાર્ષિક સાધારણ સભામાં જિલ્લા પેન્શનર્સ એસોસિયેશનના પ્રમુખ સુરેન્દ્ર વાઘેલા, જગાણા પેન્શનર્સના પ્રમુખ રતનજીભાઈ કુણિયા, મંત્રી ગોસ્વામી હરીભારથી, કેસરભાઈ લોહ, મૂળજીભાઈ દેસાઈ,દેવરામભાઇ પટેલ, જીવણભારથી ગોસ્વામી,લાલજીભાઇ જુડાલ, તેમજ વિશાળ સંખ્યામાં પેન્શનર્સરો હાજર રહ્યા હતા. અંતમાં ભોજન લઈને છૂટા પડ્યા હતા