કાલોલ ખાતે ભગીની સેવા મંડળ દ્વારા આયોજીત ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પમાં ૧૧૭ દર્દીઓએ લાભ લીધો
તારીખ ૨૪/૦૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શ્રી ભગીની સેવા મંડળ દ્વારા આયોજીત ફ્રી સ્પાઈન( કમર અને પગની તકલીફ) અને મેડિકલ ચેકઅપ અને રાહતદરે લેબોરેટરી એકસ રે ,દવા વિતરણ કેમ્પમાં ૧૧૭ દર્દીઓએ લાભ લીધો હતો.
આજરોજ કાલોલ શહેર સ્થિત શ્રી ભગીની સેવા મંડળ દ્વારા આયોજીત ફ્રી મેડિકલ ચેકઅપ અને રાહતદરે લેબોરેટરી, એક્સ રે તથા દવા વિતરણ કેમ્પનું આયોજન શ્રી ભગીની સેવા મંડળ સંચાલિત શાળા ખાતે અનુભવી વડોદરાના સુપ્રસિદ્ધ સ્વાઈન સજૅન ડોકટર શૈશવભાઈ શાહ તથા નિસૅગ મહેતા સહિત તેમની ટીમ ની ઉપસ્થિતિ વચ્ચે ફ્રી મેડિકલ ચેકઅપ સાથે કેલ્શિયમ નો રીપોટૅ પણ ફ્રી માં કરી આપવામાં આવ્યો જ્યારે રાહતદરે લેબોરેટરી,એક્સ રે તથા દવા વિતરણ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જે કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો જેમાં શ્રી ભગીની સેવા મંડળના પ્રમુખ અંજનાબેન મહેતા સાથે મંત્રી દિપ્તીબેન પરીખ સહિત મંડળના હોદ્દેદારો સભ્યો અને શાળા પરિવાર તથા વિશિષ્ટ મહાનુભવો સાથે પત્રકાર મિત્રો સહયોગ આપી સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આ કેમ્પ ને સફળ બનાવ્યો હતો.