GUJARATKUTCHMUNDRA

અદાણી જૂથમાં રોકાણકારોના ભરોસાનો પુનર્રોચ્ચાર, શેરોમાં અપર સર્કિટ પૂર્વ એટોર્ની જનરલ અને SC વકીલે અદાણી પરના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા,તા-૨૭ – નવેમ્બર : યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા ચાર્જશીટ પરની સ્પષ્ટતા બાદ શેરબજારે અદાણી ગ્રૂપના શેરોમાં વિશ્વાસનો પુનરોચ્ચાર કર્યો છે. બુધવારે અદાણી ગ્રુપના તમામ શેર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો. ટ્રેડિંગમાં ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 1.2 લાખ કરોડ (બપોરે 2 વાગ્યા સુધી)નો વધારો થયો. ગ્રુપની 11 લિસ્ટેડ કંપનીઓના શેરમાં 4.5% થી 16% નો વધારો જોવા મળ્યો. દરમિયાન સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણી અને પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ અદાણી સામેના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.અગાઉ અદાણી ગ્રીન (AGEL) એ સ્પષ્ટતા કરી હતી કે, ગૌતમ અદાણી, સાગર અદાણી અને વરિષ્ઠ એક્ઝિક્યુટિવ વિનીત જૈન સામે યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ (DoJ) ની ચાર્જશીટમાં FCPA હેઠળ કોઈ ભ્રષ્ટાચાર અને કોઈ આરોપ નથી. ત્યાર બાદ શેરબજારમાં તેની અસર દેખાવા લાગી હતી. એક્સચેન્જ ફાઇલિંગમાં અદાણી જૂથની કંપનીએ ખુલાસો કરતા કહ્યું હતું કે DoJ કેસમાં 5 આરોપો લગાવવામાં આવ્યા છે, જેમાં ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈનનો કોઈ ઉલ્લેખ નથી. બુધવારે અદાણી જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝના શેર 10% વધ્યા હતા, જ્યારે જૂથની અન્ય મોટી કંપની અદાણી પોર્ટ્સના શેરમાં પણ 6%નો વધારો થયો હતો. અદાણી ગ્રીન અને અદાણી એનર્જીનો શેર 10%ના ઉછાળા બાદ અપર સર્કિટ પર અથડાયો હતો. બપોરે 1:20 વાગ્યે અદાણી પાવર અને અદાણી ટોટલ ગેસના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો, જ્યારે અદાણી પાવરનો શેર 17.51%ના વધારા સાથે રૂ. 514.30 પર ટ્રેડ થયો હતો, અદાણી ટોટલ ગેસનો શેર રૂ. 514.30 પર ટ્રેડ થયો. 18.00% ના વધારા સાથે રૂ. 683.75 પર ટ્રેડિંગ કર્યું હતું. NDTVના શેરમાં પણ 10%નો વધારો થયો છે. દરમિયાન સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીએ અદાણી ગ્રૂપ સામેના લાંચના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે અદાણી ગ્રુપ પર આવા આક્ષેપો કરીને ભારતના વિકાસને રોકવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેમણે કોંગ્રેસ પાર્ટી પર આ મુદ્દે માત્ર રાજકારણ રમવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ઉમેર્યુ હતું કે રાહુલ ગાંધીએ કોઈપણ જાતના પુરાવાઓ વિના જ આ મામલે ભ્રમ ફેલાવ્યો છે, જેના કારણે રોકાણકારોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે.અદાણી ગ્રીન અંગેના જવાબમાં પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, ચાર્જશીટના લાંચના મુદ્દામાં અદાણી પરિવારના કોઈપણ સભ્યનું નામ નથી. ચાર્જશીટમાં લાંચ કોને અને કેવી રીતે આપવામાં આવી તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી. કોંગ્રેસ જે અવાજ ઉઠાવી રહી છે તેનો કોઈ આધાર નથી. જે ષડયંત્રની વાત કરવામાં આવી રહી છે તેના કોઈ પુરાવા નથી.મુકુલ રોહતગીએ કહ્યું કે ચાર્જશીટ જોયા બાદ સ્પષ્ટ થાય છે કે ગૌતમ અદાણી નહીં પરંતુ અન્ય કેટલાક લોકોને પ્રથમ આરોપમાં સામેલ કરવામાં આવ્યા છે. તે (યુએસ) ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટનું ઉલ્લંઘન કરવાના ષડયંત્રનો આરોપ મૂકે છે. તેમાં અદાણી ગ્રુપના અધિકારીઓના નામ નથી. અદાણી ગ્રુપ પર આ પ્રકારના આરોપો જાણી જોઈને લગાવવામાં આવે છે. આ તરફ શિવસેનાના પ્રવક્તા મનીષા કાયંદેએ કહ્યું હતું કે “રાહુલ ગાંધી અને તેમની ટોળકી ઉદ્યોગપતિઓને નિશાન બનાવી રહી છે. તેઓ આ બધું માત્ર મોદીજીને અપમાનિત કરવા માટે કરે છે”. તો રાજકીય વિશ્લેષક તહસીન પૂનાવાલાએ સંસદથી લઈને શેરીઓ સુધી માત્ર અદાણી જૂથને જ નિશાન બનાવવું દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!