કાર મુસાફરોને દ્વારકા જિલ્લામાં કનડગત…!!
જામનગર કેબ એસો.નુ આવેદન-દ્વારકા જિલ્લામાં તેમના મુસાફરો સાથે ગેરવર્તન
જિલ્લા કલેક્ટરને લેખીત રજુઆત કરી-ખંભાળીયાથી થતી બળજબરી રોકાવવા માંગ
જામનગર (ભરત ભોગાયતા)
જામનગર કેબ એસોસીએશન દ્વારા ખંભાળીયા ખાતે આવેદન પાઠવાયુ છે અને દ્વારકા જિલ્લામાં તેમના મુસાફરો સાથે ગેરવર્તન થતુ હોવાની ચોંકાવનારી રજુઆત કરી છે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર શ્રી પંડ્યાને હે.ક્વા. જામખંભાળીયા ખાતે રૂબરૂ મળી લેખીત રજુઆત કરી- જામખંભાળીયાથી અમુક લોકો દ્વારા થતી બળજબરી રોકાવવા માંગ કરી છે
આ આવેદનમાં જામનગર કેબ એસો.એ હોદેદારો અને સભ્યોએ જણાવ્યુ છે કે જામનગર, દેવભૂમિ ધ્વારકા તથા ખંભાળીયામાં અનેક સુપ્રસિધ્ધ યાત્રાધામો, પવિત્ર સ્થળો તથા રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એસ્સાર ઈન્ડસ્ટ્રીઝ, જી.એસ.એફ.સી. વગેરે જાયન્ટ ઈન્ડસ્ટ્રીઝ રીફાઈનરીઓ તથા અનેક જોવાલાયક સ્થળો આવેલા છે. આ તમામ સ્થળોની મુલાકાત લેવા માટે બહારગામથી અનેક શ્રધ્ધાળુઓ કે પેસેન્જરો તથા પરિવારના સભ્યો સાથે તેમના ખાનગી વાહનો તથા ટેકસી લઈને ઉપરોકત અલગ અલગ સ્થળોની અવારનવાર મુલાકાત લેતા હોય છે. પરંતુ ખંભાળીયા મુકામે આવેલ ધ્વારકા કાર એન્ડ ટેક્સી ઓનર્સ એસોસીએશનના અમુક હોદ્દેદારો અને સભ્યો રાજાભા માણેક, રમેશભા, ઈશ્વરભાઈ રબારી તથા તેમના ૧૫ જેટલા સાગ્રીતો ધંધાખાર તથા અદેખાઈ દર્શાવી ખાનગી વાહનો તથા ટેક્સી લઈને બહારગામથી આવતાકે જતા અનેક શ્રધ્ધાળુઓ કે પેસેન્જરો તથા પરિવારના સભ્યો સાથે અવારનવાર ગેરવર્તન કરતા હોવાની ફરીયાદ એસો.ને મળી છે છે. તેમજ હાલ સવારી, ગોઝો, કેબ બજાર, વીટી, વનવે કેબ, ઈન ડ્રાઈવ વગેરે જેવી અનેક ઓનલાઈન કસ્ટમર એપ્લીકેશનો આવેલ છે તેના ધ્વારા અનેક શ્રધ્ધાળુઓકે પેસેન્જરો તેમની ઈચ્છાથી અવારનવાર વાહનો બુક કરાવે છે.પરંતુ રાજાભા માણેક, રમેશભા, ઈશ્વરભાઈ રબારી તથા તેમના ૧૫ જેટલા સાગ્રીતો ખાનગી વાહનો તથા ટેકસી લઈને બહાર ગામથી આવતા કેજતા અનેક શ્રધ્ધાળુઓ કે પેસેન્જરોને તેમના વાહનો સહીત રબારી ગેટ પાસે, ઈસ્કોન ગેટ પાસે, ભરડીવાતલાય રીસોર્ટ, લેમન ટ્રી, લોર્ડસ હોટલ, ફોરચ્યુન હોટલ વગેરે અનેક સ્થળોએ રસ્તામાં રોકે છે, ટેકસી તથા પ્રાઈવેટ વાહનના ડ્રાઈવરોને, શ્રધ્ધાળુઓ કે પેસેન્જરોને આ શખ્સો અણછાજતા સવાલો પુછી પરેશાન કરે છે, અપમાનીત કરે છે અને તેઓ કહે છે કે – કર્યાથી આવો છો, કયાં જવાનું છે, કેટલું ભાડુ લીધુ, કયાંથી પેસેન્જરો બેસાડેલ છે. કેટવામાં બેસાડેલ છે? તેવા વાહીયાત સવાલો ધંધાખાર અને અદેખાઈથી પુછી ઉપરોકત શ્રધ્ધાળુઓકે પેસેન્જરો તથા પરિવારના સભ્યોને હેરાન પરેશાન કરે છે, કયારેક તો તેમના પોતાના વાહનમાંથી તેઓને ઉતારી પાડવામાં આવે છે અને તેમના ડ્રાઈવરો સાથે ગાળાગાળી કરી ઝઘડા કરે છે. ક્યારેક મારામારી ઉપર પણ ઉતરી આવે છે. તેમજ ખોટી રીતે ઓછુ ભાડુ લીધાનું દર્શાવી ઉપરોકત વાહનો ના માલિકો, હાઈવરો ને ગૂંઠાગીરી કરી, બળજબરીપૂર્વક, ગેરકાયદેસર રીતે રૂા. ૧૦,૦૦૦/- તથા તેનાથી નાની-મોટી રકય ગૌશાળામાં ફાળો આપવાને બહાને રોકડા રૂપીયા પડાવવામાં આવે છે.
______________