BHUJGUJARATKUTCH

કચ્છી નુતનવર્ષ અષાઢી બીજ ની ઉજવણી નિમિતે સૌ પ્રથમવાર “સાંસદ કચ્છ કાર્નિવલ ૨૦૨૫” નું ભુજના હ્ર્દય સમા હમીરસર સરોવર કાંઠે ઉજવણી કરવામાં આવશે. 

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

ભુજ,તા-08 જૂન  : દેશ ના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના આહવાન અને પ્રેરણા થી કચ્છી નુતનવર્ષ અષાઢી બીજ ની ઉજવણી નિમિતે સૌ પ્રથમવાર “સાંસદ કચ્છ કાર્નિવલ ૨૦૨૫” નું ભુજના હ્ર્દય સમા હમીરસર સરોવર કાંઠે ઉજવણી કરવામાં આવશે. ગુજરાત ના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે મોદી સાહેબે ૨૦૦૫ ના અષાઢી બીજે હમીરસર સરોવર કાંઠે કચ્છ કાર્નિવલ નું પ્રારંભ કરાવ્યુ હતું. જે ૨૦૧૩ સુંધી તેમના મુખ્યમંત્રી સમયકાળમાં આયોજીત થતું હતું. ૨૬/૦૫/૨૦૨૫ ની વડાપ્રધાનશ્રી ની ભુજ ની જંગી જાહેર સભામાં તેમણે કચ્છીજનો ને “અષાઢી બીજ” કચ્છી નુતનવર્ષ ની શુભેચ્છા પાઠવી ત્યારે તેઓશ્રી ની લાગણી ને ધ્યાને લઇ સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ “સાંસદ – કચ્છ કાર્નિવલ” યોજવાનું આયોજન કરેલ છે. તે સંદર્ભે તારીખ ૦૫/૦૬/૨૦૨૫ ના ભુજ ખાતે ઇલેકટ્રોનીક મીડિયા તથા પ્રિન્ટ મીડિયા સાથે કોન્ફર્ન્સ યોજી માહિતી આપવામાં આવી હતી.

સાંસદશ્રીએ જણાવ્યુ હતું કે, કચ્છમાં આયોજીત કાર્નિવલમાં કચ્છ ના વિષય વસ્તુ ને ધ્યાને લઇ થીમ ને પ્રાધાન્ય આપવામાં આવશે. કચ્છના ઉધોગો વિવિધ સંસ્થાઓ – સમુદાયો પોતાની કૃતિઓ રજુ કરશે તમામ કૃતિઓ ના આશ્વાસન ઇનામો રૂ.૫૦૦૦/- આપવામાં આવશે. વિશિષ્ટ પાંચ કૃતિઓ ને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવશે.

ખેગારપાર્ક પાસે મહારાવશ્રી પ્રતિમા પાસે થી શરૂ થઇ લેકવ્યૂ હોટલ પાસે થી ઉમેદનગર સુંધી રૂટ પર કૃતિઓ પ્રદર્શિત કરાશે. વડાપ્રધાનશ્રી ના કચ્છ પ્રત્યેના અહિર્ભાવ- લાગણી ને ધ્યાને લઇ આવતા પાંચ વર્ષ સુંધી “સાંસદ – કચ્છ કાર્નિવલ” નું આયોજન કરાશે. કચ્છની વિવિધ સંસ્થાઓ, યુવક મંડળો, જ્ઞાતિ મંડળો, શાળા કોલેજના વિધાર્થીઓ, સંચાલકો, ઉધોગો ને આ કાર્નિવલ માં જોડાવા સાંસદશ્રીએ અપીલ કરી હતી. આ માટે ભાગ લેનાર ના ફોર્મ ભરવા લિંકમાં ૧૫ મી જુન ભરવાના રહેશે ૫૦ થી વધુ કૃતિઓ થશે તો ડ્રો કરવામાં આવશે. કાર્નિવલ ૨૭ મી જૂનના સાંજે ૬ વાગ્યા થી શરૂ થશે.આ કોન્ફરન્સ દરમ્યાન પંકજભાઇ ઝાલા, રિતેનભાઇ ગોર, મહીદીપસિંહ જાડેજા, મીતભાઈ ઠક્કર, ભીમજીભાઇ જોધાણી, હિતેશભાઇ ખંડોલ, વિશાલભાઇ ઠક્કર, રવિભાઇ ત્રવાડી\, હિરેનભાઇ રાઠોડ, કિસનસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા, જયંત ઠક્કર વિગેરે હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!