BANASKANTHAGUJARATPALANPUR

અમદાવાદ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના હોલ ખાતે “મેન્ટલ હેલ્થ હિરો” તરીકેની બે દિવસ તાલીમ અપાઈ

6 જુલાઈ જીતશે જોષી પાલનપુર । । ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અજયભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન થી ગુજરાત ના 28 જિલ્લા શાખા તેમજ 27 તાલુકાની રેડ ક્રોસ શાખાના પ્રતિનિધિઓને અમદાવાદ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના હોલ ખાતે “મેન્ટલ હેલ્થ હિરો” તરીકેની બે દિવસ તાલીમ અપાઈ. ગુજરાત સરકારના મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ ઓફિસર ડો . અજયભાઈ ચૌહાણ ની ટીમ દ્વારા અનુભવી ફેકલ્ટી દ્વારા આ વિશેષ તાલીમ આપવામાં આવી જેમાં 117 સ્વયંસેવકો (43 બહેનો, 74 ભાઈઓ) જોડાયા. જેમાં
બે દિવસના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડો. જયંતિ રવિ મેડમ IAS (એડિશનલ ચીફ સેક્રેટરી , રેવન્યુ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર), ગુજરાત વિધાનસભા ના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ સાહેબ, ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અજયભાઈ પટેલ સાહેબ, વાઇસ ચેરમેન ડો. અજય દેસાઈ સાહેબ, ટેઝરર સંજયભાઈ શાહ, જનરલ સેક્રેટરી, ડો. પ્રકાશભાઈ પરમાર, રાજ્ય શાખા મેનેજિંગ કમિટીના , અનુપભાઈ દેસાઈ , ભરતભાઈ પરમાર સાહેબ, દિલીપભાઈ દવે , દેવેન્દ્રસિંહ પરમાર , ડેપ્યુટી સેક્રેટરી અશોક શિલુ, એડમિન એકાઉન્ટ ઓફિસર હેમંત પટેલ સહિતના મહાનુભવોની પ્રેરક ઉપસ્થિતિમાં તાલીમાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!