GUJARAT

શિનોર જે.સી.પટેલ હાઇસ્કુલ ખાતે ધોરણ નવ ના 147 વિદ્યાર્થીઓને કેનેડા રોબેકો એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા વિના મૂલ્યે સાઇકલોનું વિતરણ કરાયું

ફૈઝ ખત્રી..શિનોર શિનોર સાર્વજનિક હાઇસ્કુલ ખાતે ધોરણ નવમાં અભ્યાસ કરતા આજુબાજુ ગામોના વિદ્યાર્થીઓને ઘરેથી શાળાએ ચાલતું આવવું ન પડે અને તેમની બચેલી એનર્જી અભ્યાસમાં ઉપયોગ કરે તેવા શુભ આશયથી કેનેડા રોંબેકો એસેટ મેનેજમેન્ટ કંપની પ્રાઇવેટ લિમિટેડ સી.એસ.આર. એક્તિવિટીના માધ્યમથી આજરોજ સાઇકલ વિતરણ કાર્યક્રમ આયોજિત કરાયો હતો.આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખ સચિન પટેલ,મંત્રી જયેશ પટેલ,ખજાનચી વિનુભાઈ ગુપ્તા,ડિરેક્ટર જીજ્ઞેશ સોની,વિજય પટેલ,નીતિન ખત્રી તેમજ કંપનીના મેનેજર ચિરાયુ પટેલ ખાસ ઉપસ્થિત રહી ને ધોરણ નવ ના 147 જેટલાં વિદ્યાર્થીઓને વિના મૂલ્યે સાઇકલ વિતરણ કરવામાં આવી હતી.જેને લઇને તમામ વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી.

Back to top button
error: Content is protected !!