શ્રીમતી. જી.બી. પવાયા અને શ્રીમતી. પી.એસ. પવાયા સાયન્સ એમ.એસસી કોલેજ, પાલનપુરમાં ઓરિએન્ટેશન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

18 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી જી. બી. પવાયા અને શ્રીમતી. પી. એસ. પવાયા સાયન્સ એમએસસી કોલેજ પાલનપુરમાં રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત બે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એમએસસી પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનો ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો, જેમાં વિદ્યાર્થીઓને કોલેજની વિવિધ સગવડો કોલેજની કાર્યવિધિ, કેમ્પસની વિશાળ લાઇબ્રેરી, અભ્યાસક્રમો અંગે માહિતગાર કરવામાં આવ્યા. તેમજ એમએસસી સેમ 1,3 ના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું, જેમાં ખાસ કરીને ઔષધીય વનસ્પતિઓના રોપાનો ઉછેર અને તેનું જતન કરવા વિદ્યાર્થીઓને સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્યશ્રી ડૉ. સંજય પટેલ ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોલેજના તમામ અધ્યાપકો અને કર્મચારીઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન કોલેજના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર શ્રી શુભમ ડબગર દ્વારા કરવામાં આવ્યું હતું.






