AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં ફરી વરસાદી મહેર:- સાપુતારામાં ગાઢ ધુમ્મસ વચ્ચે પ્રવાસીઓની મોજ, ખેડૂતો ડાંગરની રોપણીમાં વ્યસ્ત..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં વરસાદી વિરામ બાદ ફરી એકવાર ધીમી ધારનો વરસાદ શરૂ થતા સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સતત ઝરમર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.હિલ સ્ટેશન સાપુતારામાં ગાઢ ધુમ્મસ છવાઈ જતાં દૃશ્યતા ઘટી હતી. પરિણામે વાહનચાલકોએ હેડલાઈટ અને ઈન્ડિકેટર ચાલુ રાખીને સાવચેતીપૂર્વક વાહનો હંકારવાની ફરજ પડી હતી.સાપુતારા ખાતે વરસાદ અને ધુમ્મસના મનોહર વાતાવરણનો આનંદ માણવા આવેલા પ્રવાસીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.ડાંગ જિલ્લાના સાપુતારા, શામગહાન, બોરખલ, ગલકુંડ, આહવા, લવચાલી, સુબિર, સિંગાણા, બરડીપાડા, કાલીબેલ, ભેંસકાતરી, ઝાવડા, વઘઈ, સાકરપાતળ, ચીંચલી, ગારખડી, પીપલાઈદેવી સહિત પૂર્વ પટ્ટી અને સરહદીય વિસ્તારોમાં શુક્રવારે દિવસ દરમ્યાન ધીમી ધારનો વરસાદ નોંધાયો હતો.ડાંગ જિલ્લામાં વરસાદની મહેરથી ખેતીકાર્યોને પણ વેગ મળ્યો છે.ખેતરોમાં પૂરતો ભેજ મળતા ડાંગ જિલ્લાના ખેડૂતો ડાંગરની રોપણીના કામમાં જોતરાઈ ગયા છે, જેના કારણે કૃષિ ક્ષેત્રમાં નવી આશા જાગી છે..

Back to top button
error: Content is protected !!