181 અભયમ જામનગર ટીમની વધુ એક સેવા
*પારિવારિક ઝગડા ના કારણે દોઢ માસથી પિયરમાં રિસામણે બેઠેલી મહિલાનું સાસરી પક્ષ સાથે સુખદ સમાધાન કરાવતી જામનગર 181 ટિમ**
**૧૮૧ અભયમ ટીમના કુશળ કાઉન્સિલિંગ દ્વારા પારિવારિક સમસ્યાનું સુખદ સમાધાનકારી નિરાકરણ લેવલ**
જામનગર શહેર ખાતે કાર્યરત 181 અભયમ મહિલા હેલ્પલાઇન મહિલાઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહેલ છે જેમાં આજરોજ એક મહિલાએ 181 માં ફોન કરી મદદ માગેલ ને જણાવેલ કે પારિવારિક ઝઘડાના કારણે હું દોઢ માસથી મારા પિયરમાં બેઠેલ હોય અને મારી સાસરી પક્ષથી તમામ પ્રકારના સંપર્ક બંધ કરી દીધેલ હોય તેથી મારે સમાધાન કરી પરત સાસરીમાં જવું હોય પરંતુ મને ડર લાગે છે એ લોકો મને અપનાવશે કે નહીં તેથી મારે 181 મહિલા હેલ્પલાઇનની મદદની જરૂર છે
કોલ આવતા ની સાથે જ જામનગર અભયમ ટીમના કાઉન્સેલર રીના દિહોરા પોલીસ કોન્સ્ટેબલ ગીતાબેન ધારવીયા તેમજ પાયલોટ સુરજીતસિંહ વાઘેલા સહિત ટીમ ઘટના સ્થળ પર પહોંચેલ અને મહિલાને આશ્વાસન આપી કુશળ કાઉન્સેલિંગ કરેલ અને સમસ્યા જાણેલ કે મહિલાને પહેલા બાળક વખતે કસુવાવડ થયેલ હોય આ વાતને લઈને મહિલાની સાસરી પક્ષના સાસુ સસરા અને પતિ માનસિક ત્રાસ આપતા હોય અને અપશબ્દ બોલીને વારંવાર સંભળામણી કરતા તેમજ મહિલા દ્વારા જણાવેલ કે મારા સાસુ ખાણીપીણીમાં અને પહેરવેશમાં દેરાણી જેઠાણી અને મારા વચ્ચે ભેદભાવ કરતા હોયઅને પીડિતાના પતિએ પીડિતાને મારપીટ કરેલ હોય તેથી ત્રાસથી કંટાળીને તેઓ તેમના પિયર દોઢ માસથી ચાલ્યા ગયેલ હોય અને તેમના પતિ તરફથી તેમજ સાસરી પક્ષના તરફથી તમામ પ્રકારના સંપર્ક બંધ કરી દીધેલું હોય તેથી મહિલાએ 181 ટીમની મદદ માંગેલ હોય
181 ની ટીમ દ્વારા મહિલા સહિત તેમની સાસરીમાં ગયેલ અને સાસરી પક્ષના સભ્યોનું કુશળ કાઉન્સેલિંગ કરેલ અને કાયદાકી માહિતી આપેલ અને ઘરેલુ હિંસા અધિનિયમ 2005 વિશે કાયદાકીય વિગતવાર માહિતી આપેલ તેમજ પારિવારિક સંબંધનું મહત્વ સમજાવેલ તેમજ પીડીતાના સાસરી પક્ષના સભ્યોએ તેમજ પીડિતાના પતિએ તેમની ભૂલ સ્વીકારતા મહિલાને રાજી ખુશીથી સ્વીકારેલ તેમજ મહિલા નું સાસરીમાં સુખદ સમાધાન કરાવેલ
મહિલાના સાસરી પક્ષના સભ્યો દ્વારા ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કરેલ
________________
ભરત જી. ભોગાયતા
પત્રકાર (ગર્વ.એક્રેડેટ)
જામનગર
8758659878