તા.૦૪.૦૭.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:લીમખેડા તાલુકા નજીકના ગામમાંથી પીડિત મહિલાનો પુત્રવધુ પીડિતને મારકૂટ કરતા 181 મહિલા હેલ્પલાઇન મદદે પોહચી
લીમખેડા તાલુકાના એક નજીક ગામમાંથી એક પીડિત મહિલા એ 181 મહિલા હેલ્પલાઇન માં કોલ કરી ફરિયાદ નોંધાવી મદદ લીધેલ. જેમાં પીડિતા એ જણાવેલ સરનામે પહોંચ્યા બાદ કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળેલ કે પીડિતા ના પતિનું અવસાન થયાં ને 7 વર્ષ થયાં હતા અને તેમને માત્ર એક દીકરી જ હતી. તેના લગ્ન થાય ગયા હતા. અને પીડિતા એ તેમના જેઠ નો છોકરો ખોળે રાખી અને પીડિતા નું ધ્યાન રાખશે અને પીડિતા ની જમીન માં ખેતી કરી અને પીડિતા જોડે રહેશે જેથી પીડિતા ના પુત્રવધુ પીડિતાને અવાર નવાર મારપીઠ કરી અને ઘર માંથી નીકળી જવા કહેતા અને છેલ્લા ચાર વર્ષ થી પીડિતા જમવાનું અલગ રહેતા હતા જેથી પીડિતા એ સમજાવવા માટે 181 અભયમ ની મદદ લેતા પીડિતા ના પુત્રવધુ ને સમજાયા કે તમારા પતિ ને પીડિતા એ ખોળે રાખેલ છે. તો તમારી જવાબદારી આવેલ છે કે તમે તમારી સાસુ ને જમવા આપો. એમની ઉંમર થઇ ગઈ છે અને તેઓને પોતાનું કોઈ સંતાન નથી માટે તમને પોતાનું સંતાન મને છે અને તમે તેમના ત્યાં રહો છો તો તમે આમ પીડિતા જોડે આવું વર્તન ના કરી શકો જેથી પીડિતા ની પુત્રવધુ ને પોતાની ભૂલ સમજતા તેઓએ પીડિતા જોડે માફી માંગી અને સમાધાન કરેલ છે