GUJARATJUNAGADHKESHOD

ગિરનાર લીલી પરિક્રમા રૂટ ઉપર ૨૩ દૂધ- છાસ વિતરણ કેન્દ્રો શરૂ કરાશે યાત્રિકોએ દૂધ છાસનો MRP+ પરિવહન દર પેટે વધારાના રૂ. ૨ કરતા વધારે ચૂકવવા નહીં યાત્રિકોના હિતમાં તંત્ર દ્વારા દૂધ-  છાસના ભાવ જાહેર કરાયા

ગિરનાર લીલી પરિક્રમા રૂટ ઉપર ૨૩ દૂધ- છાસ વિતરણ કેન્દ્રો શરૂ કરાશે યાત્રિકોએ દૂધ છાસનો MRP+ પરિવહન દર પેટે વધારાના રૂ. ૨ કરતા વધારે ચૂકવવા નહીં યાત્રિકોના હિતમાં તંત્ર દ્વારા દૂધ-  છાસના ભાવ જાહેર કરાયા

જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગિરનાર લીલી પરિક્રમામાં આવતા  યાત્રિકો માટે પરિક્રમા રૂટ પર ૨૩ જેટલા દૂધ છાસ વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા યાત્રિકોના હિતમાં દૂધ- છાશના ભાવ પણ નક્કી કરી દેવામાં આવ્યા છે. યાત્રિકોએ દૂધ-છાસનો MRP+ પરિવહન દર પેટે વધારાના રૂ. ૨  વધારે ચૂકવવાના રહેશે. આમ, અભયારણ્ય વિસ્તારમાં યાત્રિકોએ નિયત કરાયેલા MRP+ પરિવહન દર પેટેની જ દૂધ છાસની કિંમત ચૂકવવાની રહેશે. ઉપરાંત પરિક્રમા દરમિયાન એલપીજી કોમર્શિયલ ગેસ સિલિન્ડર ઓઇલ માર્કેટિંગ કંપનીના નિયત બિલમાં દર્શાવેલ એમઆરપી મુજબ જ મળશે. અમૂલ ડેરી દ્વારા બોરદેવીના બાવળઘાટ, બોરદેવીના પટમાં, ખોડીયાર રાસ મંડળની નજીક, બોરદેવી ત્રણ રસ્તા, નાગદેવતાના સ્થાનક પાસે, નળ પાણીની જગ્યા, ઝીણા બાવાની મઢી વિસ્તારમાં કાળકાના વડલા નીચે, મઢી વોચ ટાવરથી જીણાબાવાની મઢીના રસ્તા તરફ (સંભવિત) અને સંભવિત રીતે સરકડીયા હનુમાન મંદિર પાસે અને હથેળી પોઇન્ટ ખાતે દૂધ તથા છાસ ટેટ્રા પેકમાં મળી રહેશે.માહી ડેરી દ્વારા બોરદેવી ત્રણ રસ્તા થાણાની બાજુમાં, નળપાણીની જગ્યા બોરદેવી, ખોડીયાર રાસ મંડળ ઉતારાની સામે બોરદેવી રસ્તે, નાગનું સ્થાનક  શાકડી આંબલી, ઝીણા બાવાની મઢી વિસ્તારમાં નળપાણીના કોઝવે પાસે મઢી ચાર રસ્તા,  મઢી ચાર રસ્તા વોચ ટાવર પાસે, કાળકાના વડલાની નીચે ફોરેસ્ટ રાઉટીની બાજુમાં અને કાળકાના વડલાની પાસે ઉપરાંત સરકડીયા હનુમાન મંદિરની આગળના ભાગમાં અને પાછળના ભાગમાં ઉપરાંત સુખનાડા ખાતે ૫૦૦ એમ.એલ દૂધ લુઝ રૂ. ૨૭ +૨ (પરિવહન દર) ભાવે વેચાણ કરવામાં આવશે. ૫૦૦ એમ.એલ છાસ લુઝ રૂ. ૧૬ +૨ (પરિવહન દર) વેચાણ કરવામાં આવશે. અભય ડેરી દ્વારા સરખડીયા હનુમાન મંદિર ઝીણા બાવાની મઢી અને બોરદેવી ખાતે ૧ લીટર દૂધ રૂ. ૬૫ + ૨ (પરિવહન દર) વેચાણ કરવામાં આવશે. ૧ કિલોગ્રામનું ઘોરવું પણ રૂ. ૬૫ + ૨ (પરિવહન દર) વેચાણ કરવામાં આવશે. આ સિવાય પરિક્રમાનના તમામ સ્થળોએ એમઆરપી મુજબ દૂધનું વિતરણ કરવાનું રહેશે

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!