
કેશોદના જલારામ મંદિરે આજરોજ નેત્ર નિદાન કેમ્પ મોતિયાના ઓપરેશન માટે , હોમિયોપેથીક કેમ્પ તથા ડાયાબિટીસ કેમ્પયોજવામાં આવ્યો હતો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભલીધો હતો કેશોદનાં આંબાવાડી વિસ્તાર માં આવેલ જલારામ મંદિરે રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટનાં સહયોગ થી 343 મો નેત્ર નિદાન કેમ્પ આજરોજ યોજાયો હતોજેમા 300 જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામા આવેલ જેમાં જરૂરીયાતમંદ મોતીયાનાઓપરેશન વાળા 110 દર્દીઓને રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા હતા આ ઉપરાંતમોવાણા સરકારી હોસ્પિટલનાં ડો નિકિતા પટેલ દ્વારા 125 દર્દીઓ ને હોમિયોપેથીક દવાઓ નિઃશુલ્ક આપવામાં આવેલ તથા 300 દર્દીઓને એવરનેસ માર્ગદર્શન આપેલ હતું જલારામમંદિર નાં ટ્રસ્ટી દીનેશભાઈ કાનાબાર નાં જણાવ્યા મુજબ કેશોદ જલારામ મંદિર ખાતેછેલ્લા ઘણા વર્ષ થી યોજાતા નિઃશુલ્ક નેત્રનિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 343 જેટલાં નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યાછે જેમાં લગભગ 24357 જેટલાં મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડ દાસજી હોસ્પિટલરાજકોટ દ્વારા કરવામાં આવેલ છે જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથીરણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે આજરોજયોજાયેલા કેમ્પની શરૂઆત ભોજન પ્રસાદ દાતા યાજ્ઞિક એન્ટર પ્રાઈઝવાળા અનિરુદ્ધ સિસોદિયા તથા યાજ્ઞિક સિસોદિયા , જલારામમંદિર નાં ટ્રસ્ટી દિનેશ કાનાબાર, રમેશભાઈ, ડોસ્નેહલ તન્ના, નિવૃતમામલતદાર ત્રિવેદી સાહેબ,દક્ષાબેન મહેતા, પરિતોષ પટેલ હેમંત ઘેરાવરા, ભૂપેન્દ્ર જોશી, ભીમભાઇકરંગીયા, વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીકેમ્પ ખુલ્લો મુકવામાં આવેલ. આ નેત્ર નિદાનકેમ્પમાં 300 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 110દર્દીઓ ને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટરણછોડદાસજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવેલા હતા. દર્દીઓને માર્ગદર્શન ભગવતસિંહ રાયજાદા, સુરેશ અધેરા દ્વારા આપવામાં આવેલ દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા,પરમારસાહેબ, જીગ્નેશસોઢા , મંથનગૌદાણા દ્વારા કરવામાં આવેલ. ડાયાબીટીશ ચેક અપ બાદ દર્દીની નોંધણી કેશુભાઈ પટેલદ્વારા કરવામાં આવે
રીપોર્ટ : અનિરૂધ્ધસિંહબાબરીયા – જૂનાગઢ





