ARAVALLIBHILODAGUJARAT

અરવલ્લી : દિલ્હી વિદ્યાર્થી આંદોલનના સમર્થનમાં ભિલોડા ખાતે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, ચક્કાજામ બાદ 40 કાર્યકરોની અટકાયત

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : દિલ્હી વિદ્યાર્થી આંદોલનના સમર્થનમાં ભિલોડા ખાતે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, ચક્કાજામ બાદ 40 કાર્યકરોની અટકાયત

 

અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે દિલ્હીમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન અને નીટ પેપર લીક મુદ્દે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં એકત્ર થયેલા કોંગ્રેસ કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીની નિંદા વ્યક્ત કરી હતી.વિરોધ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ શામળાજી–ઇડર સ્ટેટ હાઇવે પર ચક્કાજામ કરતા થોડા સમય માટે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. પોલીસ દ્વારા કાર્યકરોને સમજાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ વિરોધ યથાવત રહેતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારઘીએ જણાવ્યું હતું કે, “જો વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો સમગ્ર દેશમાં વધુ ઉગ્ર આંદોલન થશે. ગુજરાત અને દેશના યુવાનો અન્યાય સામે લડવામાં પાછળ નહીં પડે.”મહિલા કોંગ્રેસ કાર્યકરોએ પોલીસ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે વિરોધ દરમિયાન તેમને બળજબરીપૂર્વક ઢસડીને પોલીસ વાહનમાં બેસાડવામાં આવ્યા હતા.પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે ભિલોડા પોલીસ અને એલસીબીની ટીમે કાર્યવાહી કરીને અંદાજે 40 કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી. બાદમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં થોડો સમય તંગદિલીનો માહોલ સર્જાયો હતો, જોકે પોલીસની હાજરીને કારણે સ્થિતિ નિયંત્રણમાં રહી હતી.

Back to top button
error: Content is protected !!