BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ભરૂચમાં તસ્કરોનો તરખાટ:નેશનલ ટ્રેડ સેન્ટરની મોબાઈલ દુકાનમાંથી 40 હજારની ચોરી, ઘટના સીસીટીવીમાં કેદ
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરમાં તસ્કરોએ ફરી માથું ઊંચક્યું છે. પાંચબત્તી વિસ્તારમાં આવેલા નેશનલ ટ્રેડ સેન્ટરમાં તસ્કરોએ રાજા મોબાઈલ નામની દુકાનને નિશાન બનાવી છે. તસ્કરે દુકાનનો કાચ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. દુકાનમાંથી લેપટોપ સહિત કુલ 40 હજાર રૂપિયાની માલમત્તાની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
નેશનલ ટ્રેડ સેન્ટર અને તેની આસપાસની ચાર દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી છે. ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ડોગ સ્ક્વોડ અને FSL ટીમની મદદથી તપાસ શરૂ કરી છે. તસ્કરોનું પગેરું મેળવવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે.