દાંતા તાલુકામાં ટીબી ના રોગ નો ભરડો,468 પોઝિટિવ કેસ,18 હજાર શંકાસ્પદ કેસ
5 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
દાંતા તાલુકામાં ટીબી ના રોગ નો ભરડો,468 પોઝિટિવ કેસ,18 હજાર શંકાસ્પદ કેસ બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં ટીબી ના દર્દીઓનો ચોકાવનારો આંકડો સામે આવી રહ્યો છે
દાંતા તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર માનવામાં આવે છે આ તાલુકામાં એક 186 ગામડાઓનો સમાવેશ થાય છે આ ગામડાઓમાં આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલા એક સર્વેમાં વર્ષ 24 / 25માં ટીબી ના 478 જેટલા કેસ પોઝિટિવ મળી આવ્યા છે એટલું જ નહીં આ પોઝિટિવ લોકોના સંપર્કમાં આવ્યા હોય તેવા 18000 જેટલા લોકો હાલ ટીબીના શંકાસ્પદ કેસ જોવા મળી રહ્યા જેમાં 800 જેટલા લોકોન એક્સરે લઈ તપાસ કરવા માં આવી છે જેમાં 18 પોઝિટિવ દર્દી મળી આવ્યા છે તેને લઈને હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા 100 દિવસનું કેમ્પિંગ ચલાવવામાં આવી રહ્યું છે ને વિવિધ હેલ્થ વર્કરો અંતરીયાળ વિસ્તારમાં જઈને આવા દર્દીઓની ઓળખ કરવામાં આવી રહી છે એટલું જ ને વજન કરવા સાથે ટીબીના રોગને લગતી દવાઓ પણ તેમને ઘેર બેઠા આપવામાં આવી રહી છે જે રીતે સરકાર હાલ તબક્કે ક્ષયને નિર્મલ કરવાના અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે આ દાંતા તાલુકામાં ટીબીના દર્દીઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે અને હાલમાં જે શંકાસ્પદ દર્દીઓ છે તેમને અંબાજી દાંતા અને માંકડી ગામે આવેલા હોસ્પિટલમાં એક્સરે કરાવીને તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું દાંતા તાલુકા આરોગ્ય અધિકારી ડો કિરણ ગમાર એ જણાવ્યું હતું