GUJARATKUTCHMUNDRA

અદાણી ફાઉ. દ્વારા 51 શાળાઓ સ્માર્ટ ક્લાસથી સુસજ્જ કરવામાં આવી.

ઉત્થાન પ્રોજેકટ અંતર્ગત ગ્રામીણ શાળાને સ્માર્ટ ક્લાસ થકી આધુનિક શિક્ષણના પ્રવાહમાં જોડવાનો પ્રયાસ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશભાઈ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

• મુંદરા, માંડવી, નખત્રાણા, લખપત, ભુજ અને અબડાસા તાલુકાની સરકારી શાળાઓસ્માર્ટ ક્લાસથી સુસજ્જ
• સરકારી શાળાઓમાં ભણતા બાળકોને મળશે આધુનિક પધ્ધતિથી શિક્ષણ
• સહાયક નિષ્ણાંત શિક્ષક સહિત સંગીતના, રમતગમત કીટ, શાળા પુસ્તકાલય, આઈ. ટી. ઓન વ્હીલ, બાલા પેંટિંગ વગેરે સુવિધા આપવામાં આવેલ
મુંદ્રા,તા-૧૯ જાન્યુઆરી :કચ્છના મુંદરા, માંડવી, નખત્રાણા, લખપત, ભુજ અને અબડાસા તાલુકાની સરકારી શાળાઓ માં ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગતવિધાર્થીઓને અત્યાધુનિક શિક્ષણ મળી રહે તે હેતુથી51 શાળામાં સ્માર્ટ ક્લાસથી સુસજ્જ કરવામાં આવી હતી.સ્માર્ટ ક્લાસ કીટ જેમાં 55 ઇંચ નું LED ટીવી, સોફ્ટવેર સહિત 35 લાખની સહાય થકી સરકારી શાળાઓમાં ભણતા બાળકોને શિક્ષણ માટે સહાય કરવામાં આવી હતી.

માંડવી તાલુકાનાં ભોજાય પ્રાથમિક શાળામાં અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાઇરેક્ટરવી.એસ. ગઢવીના દ્વારા સ્માર્ટ ક્લાસ માટેનાં સાધનો અર્પણ કરવામાં આવેલ. આ સ્માર્ટ ક્લાસ થકી બાળક સરકારશ્રી આપેલ સ્માર્ટ શિક્ષણ અંતર્ગત વિકાસવેલ સોફ્ટવેરના ઉપયોગ થકી ભાર વગરનું ભણતર મેળવી શકશે.

આ પ્રસંગે વી.એસ.ગઢવીએ બાળકો સાથે સંવાદ કરતાં જણાવ્યું કે “આ સ્માર્ટ ક્લાસમાં તમારા અભ્યાસક્રમમા આવતાં શિક્ષણનું આધુનિક શિક્ષણ આપણે મળશે. જે તમને યાદ રાખવામાં સરળ પડશે. સ્માર્ટ એજ્યુકેશન માટે સર્વે શિક્ષકો અને વાલીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા.

અદાણી ગ્રુપ દ્વારા ચાલવામાં આવતા ઉત્થાન પ્રોજેક્ટ હેઠળ સહાયક નિષ્ણાંત શિક્ષક સહિત શાળામાં ખૂટતી કડીને સુદ્રઢ બનાવવા માટેના સાધનો જેવા કે સંગીતના, રમતગમત કીટ, શાળા પુસ્તકાલય, આઈ. ટી. ઓન વ્હીલ,બાલા પેંટિંગ વગેરે સુવિધા આપવામાં આવેલ છે. સાથે જે શાળામાં સરકારશ્રી તરફથી “ સ્માર્ટ ક્લાસ “ આપવામાં નથી આવ્યાં તેવી 51 શાળામાં સ્માર્ટ ક્લાસથી સુસજ્જ કરવામાં આવી હતી.

શિક્ષણ એ સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક વિકાસનો પાયો છે. તેમાં પણ પ્રાથમિક શિક્ષણ એ જીવન શિક્ષણનો આધારસ્તંભ છે. એ જેટલો મજબૂત હશે એટલી જ વધારે પ્રગતિ બાળક કરી શકશે. આજથી પાંચ વર્ષ પહેલા અદાણી ફાઉન્ડેશન દ્વારા” ઉત્થાન” પ્રોજેકટ અંતર્ગત ગ્રામીણ પ્રાથમિક શિક્ષણને વધારે મજબૂત અને સ્માર્ટ બનાવવા માટેનાં અવિરત પ્રયત્નો થઈ રહ્યા છે.

Back to top button
error: Content is protected !!